Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત યુ-ટ્યુબર્સ સામે ટ્રોલ કરવાની રાવ
મુંબઈ તા. ર૯: અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની ધમકી મળી હોવાની ફરીયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અભિનવની માતાએ પોલીસમાં કેસ દાખલ કર્યો છે કે તેના પુત્રને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનવની માતા જ્યોતી અરોરાએ આ અંગે મથુરા કોતવાલી પોલીસમાં કેસ દાખલ કર્યો છે. અભિનવની માતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
અભિનવ અરોરાની માતાએ મથુરા કોતવાલીના એસએચઓને સંબોધીને ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે લખ્યું છે કે, 'સર, મારા પુત્ર અભિનવ અરોરાને શરૂઆતથી યુટ્યુબર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે સોમવારે તેને લોરેન્સ ગેંગ તરફથી ધમકી પણ આપી હતી. તેણે પોલીસને તે નંબર પણ આપ્યો છે જેના દ્વારા અભિનવ અરોરાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.'
અગાઉ સાત યુટ્યુબરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ સોશિયલ મીડિયા પર અભિનવને બદનામ કરે છે. અભિનવની માતાએ મથુરાના એસએસપીને સાત યુટ્યુબર્સ અને અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, આરોપીઓએ અભિનવ અરોરાને બદનામ કરવા અને હેરાન કરવાના ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ કર્યું છે.
અભિનવની માતાનો દાવો છે કે અભિનવને જાણી જોઈને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેને ખૂબ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવે છે. આ યુટ્યુબર્સે સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચાડવા અને અપમાન કરવાના હેતુથી જાણી જોઈને વીડિયો બનાવ્યા હતાં.
પરિવારનો આરોપ છે કે આ યુટ્યુબરોએ વીડિયો દ્વારા હિન્દુ ધર્મની પ્રથાઓ અને માન્યતાઓ વિરૂદ્ધ નફરત ફેલાવી છે. તેણે કહ્યું કે આ વીડિયોએ માત્ર તેના પુત્રની ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચાડી નથી, પરંતુ તેની દિનચર્યાને પણ અસર કરી છે. અભિનવ હવે કંઈપણ કરતા પહેલા ડરે છે કે તેને ટ્રોલ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial