Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બ્રાસ ઉદ્યોગને સ્પર્શતા જીએસટીના પ્રશ્નો અંગેની રજૂઆતનો જીએસટી કાઉન્સિલ દ્વારા સ્વીકાર

જામનગર ચેમ્બરની રજૂઆતને સફળતા

જામનગર તા. ર૮: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને સંલગ્ન એસોસિએશન, જામનગરના કરદાતાઓ તથા વેપારીઓ-ઉદ્યોગકારો તરફથી રૂબરૂ મળેલ રજૂઆત અનુસાર અમુક બોગસ બિલિંગ કરી ટેક્સ ચોરી કરતા બોગસ એકમોના લીધે જામનગરના પ્રામાણિક અને નિયમ અનુસાર કર ભરતા કરદાતાઓ તથા વેપારીઓ-ઉદ્યોગકારોને થતી હેરાનગતિ સામે રક્ષણ મળે તે રજૂઆત કરવા અનેક વખત સૂચનો કરવામાં આવેલ હતાં. તે માટે જામનગર ચેમ્બરમાં મિટિંગો મળેલ હતી. આ મિટિંગોમાં મેટલ ભંગાર સ્ક્રેપના વેપારીઓને ઉપરના કોઈ વેપારીઓની ભૂલનો સામનો કરવો પડે છે અને સતત હેરાનગતિઓ તથા ભારે આર્થિક નુક્સાન સહન કરવું પડે છે. તે બાબતે ચર્ચાઓ થઈ હતી. ચેમ્બરના હોદ્દેદારોએ મિટિંગો કરી આ પ્રશ્નનું સમાધાન થાય તે માટે સૂચનો એકઠા કરવા અને તે માટે અસરકારક રજૂઆત કરવા પણ મિટિંગો ભરીને નક્કી કરેલ હતું.

તે અન્વયે જામનગર ચેમ્બર દ્વારા જાન્યુઆરી ર૦ર૩ માં ભારત દેશના નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણને દેશમાં થતા બોગસ બિલિંગ અને વેંચાણની ચેનના ઉપરના વેપારીઓ દ્વારા વેરો ન ભરાય તો જામનગરમાં તે માલ ખરીદતા અને ઉપયોગ કરતા વેપારીઓ સામે રક્ષણ મેળવવા માટે સૂચનો રજૂ કરેલ હતા, જેમાં ખાસ કરીને મેટલ સ્ક્રેપને સેલ્સ ટેક્ષના કાયદાની જેમ સંવેદનશીલ માલ તરીકે વર્ગિકૃત કરીને તેના બિનનોંધાયેલ વેપારીઓ પાસેથી થતી ખરીદીને રિવર્સ ચાર્જમાં ગણવા રજૂઆત કરાયેલ હતી. આ પ્રકારની જોગવાઈ હાલ તપાસ પર છે.

મેટલ સ્ક્રેપને એક-બે ટકા ઈનપુટ ક્રેડિટ વગર કમ્પોઝીસન ટેક્સ પદ્ધતિ લાગુ કરા અથવા સરકારી કામોમાં અને વેંચાણોમાં છે તેવા જીએસટી-ટીડીએસ પદ્ધતિ લાગુ કરવા સૂચનો મોકલવાવવા આવેલ હતાં. બોગસ બિલિંગને લીધે ખાસ કરીને જામનગરના પ્રામાણિક કરદાતાઓ વેપારીઓ-ઉદ્યોગકારોને ખૂબ જ મુશ્કેલી ઉદ્ભવતી હતી. આ પ્રશ્ને ચેમ્બર પ્રમુખની કુનેહ અને માર્ગદર્શનથી આ પ્રશ્નના નિરાકરણ માટે જામનગર ચેમ્બરની વેરા પેનલની બેઠકમાં નક્કી થયા પછી ચેમ્બર સલગ્ન ઔદ્યોગિક એસોસિએશનોને સાથે રાખીને ઉપરોક્ત સૂચનો મોકલવામાં આવેલ હતાં, તેમજ આ સૂચનો ગુજરાત રાજયના કેબિનેટ મિનિસ્ટર રાઘજીભાઈ પટેલ, સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીને પણ તેઓના દ્વારા આ રજૂઆતને આગળ વધારવા વિનંતી કરી હતી. આ રજૂઆત પરત્વે ચેમ્બરના માનદ્મંત્રી દ્વારા દિલ્હી સુધી રૂબરૂ રજૂઆત અને તેના સતત ફોલોઅપ પણ કરવામાં આવતા જીએસટી કાઉન્સિલ દ્વારા આ સૂચનોને ધ્યાને લઈ બ્રાસ મેટલ સ્ક્રેપની યુ.આર.ડી. ખરીદી પર રિવર્સ ચાર્જ વેરો અને આર.ડી. ખરીદી ઉપર જીએસટી-ટીડીએસ લાગુ કરવા નિર્ણય કરવામાં આવેલ છે. જેને લીધે બ્રાસ મેટલ સ્ક્રેપના ઉદ્ભવથી ઉપયોગ સુધીની સાયકલમાં કોઈ એક ચેન દ્વારા વેરો ચૂકવાની પરિસ્થિતિનો ભોગ જામનગરના વેપારીઓ પર આવશે નહીં અને તેઓને તેટલા પ્રમાણમાં રક્ષણ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh