Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવનિર્મિત સભાખંડનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ
જામનગર તા. ૨૯: શ્રી ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રથમ માળે નવનિર્માણ કરવામાં આવેલ સભાખંડનું તાજેતરમાં લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ સમારોહની શરૂઆત વૈદિક યજ્ઞ દ્વારા કરવામાં આવેલ જે આર્યસમાજ જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠકકર દ્વારા સંપન્ન કરાવવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાન તરીકે સત્સંગ મંડળના બહેનો જ હતાં.
લોકાર્પણ પછી જ્ઞાતિની વિધવા બહેનોને સહાય અને તેજસ્વી વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓને ઈનામ વિતરણ સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ સંજયભાઈ દાઉદીયા, સહમંત્રી હિમાંશુભાઈ આશાવર, કોષાધ્યક્ષ રાજુભાઈ દાઉદીયા અને કારોબારી સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ ભોઈ જ્ઞાતિ સમસ્ત - જામનગરના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ભોઈ જ્ઞાતિ સમસ્ત - જામનગરના તમામ હોદ્દેદારો, સત્સંગ મંડળના બહેનોના સહકાર અને આર્થિક સહાયથી સંપન્ન કરવામાં આવેલ. સૂર્યમુખી સત્સંગ મંડળ દ્વારા રૂ. ૧૧,૧૧૧નું અનુદાન જાહેર કરવામાં આવ્યું જે માટે ભોઈ જ્ઞાતિ સમસ્ત પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો.
આ સમારોહમાં આર્યસમાજના પ્રમુખ દિપકભાઈ ઠકકર, માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, અન્ય હોદ્દેદારો, ભોઈ જ્ઞાતિ સમસ્તના હોદ્દેદારો, જ્ઞાતિજનો અને સત્સંગ મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.