Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અલીયા ગામના યુવકને ચાર શખ્સે લમધાર્યાે:
જામનગર તા. ૨૯: જામનગરના એક યુવાનના છૂટાછેડા થયા પછી પત્નીના સામાનમાં તેઓની રોકડ તથા સર્ટિફિકેટ ચાલ્યા જતાં તે વસ્તુ પાછી માંગતા આ યુવાનને ત્રણ શખ્સે ધોકાવી નાખ્યો છે. જ્યારે અલીયા ગામમાં એક યુવાનને ચાર શખ્સે લાકડી, છરીથી માર મારી ઈજા પહોંચાડી છે.
લાલપુર તાલુકાના નવા ધુણીયા ગામના વતની અને હાલમાં જામનગરમાં કિસાન ચોકથી આગળ ચૂનાના ભઠ્ઠા પાસે ઢોલીયા પીરની દરગાહ રોડ પર રહેતા ફારૂક હનીફભાઈ નોયડા નામના યુવાન પર ગઈકાલે બપોરે નવા ધુણીયા ગામમાં અનવર ઓસમાણ નોયડા, નાઝીમ નોયડા, અસલમ નોયડા નામના ત્રણ શખ્સે ગાળો ભાંડી લોખંડની પટી, ધારીયા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડતા લાલપુર પોલીસ મથકમાં ફારૂકભાઈએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ચાલુ મહિનામાં ફારૂકભાઈના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તે પછી આ મહિલા પોતાના ઘરેથી કરીયાવરનો સામાન લઈ ગયા હતા. તેમાં ફારૂકભાઈની રોકડ તથા લીવીંગ સર્ટિફિકેટ પણ લઈ જવાતા તે બંને પરત મંગાયા હતા અને તે બાબતનો ખાર રાખી ઉપરોક્ત ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો.
જામનગર તાલુકાના અલીયાબાડા ગામના કિશન ભરતભાઈ મકવાણા નામના યુવાન રવિવારે સવારે અલીયા ગામમાં મંદિર પાસે હતા ત્યારે અલીયા ગામનો જ હુસેન ગફાર લાખા આવ્યો હતો. તેણે મારા અને અસલમના ઝઘડામાં તારે વચ્ચે પડવાનું નથી તેમ કહ્યું હતું તે દરમિયાન અલ્તાફ ગફાર, ઈમરાન ઉમર ગોરી, અસગર ઉમર ગોરી, ઈમરાન ઉમર ગોરી નામના ત્રણ શખ્સ લાકડીઓ, છરી સાથે આવ્યા હતા. આ શખ્સોએ કિશન પર હુમલો કરી માર માર્યાે હતો. પંચકોશી એ ડિવિઝનમાં કિશન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial