Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર માર્ગે એક દરગાહનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું: અઢી હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ

એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો પણ જોડાયોઃ

જામનગરમાં રણજીતસાગર માર્ગે આવેલ એક દરગાહનું ગેરકાયદે બાંધકામ ગત્ રાત્રે તંત્ર દ્વારા તૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું અને જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જામનગર શહેરમાં રણજીતસાગર માર્ગે બારિયા પીરની ગરગાહનું ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ નાની મજાર બનાવાઈ હતી. આ પછી મોટું બાંધકામ કરી લેવાયું હતું. બે વર્ષ પહેલા પણ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી, પરતુ જગ્યા ખુલ્લી કરવાના બદલે ગેરકાયદે બાંધકામ વધારવામાં આવ્યું હતું. આખરે ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી એસ્ટેટ શાખાની ટીમે આ દરગાહનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા ઓપરેશન ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી. આ સમયે ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, એસ.પી. પ્રેમસુખ ડેલુ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો. એસ્ટેટ શાખાના સ્ટાફે દરગાહનું બાંધકામ તોડી પાડીને આશરે અઢી હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવી હતી. રાત્રે ૧ર-૩૦ કલાકે પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખી રાત્રિ સુધી ઓપરેશન ડિમોલિશન ચાલુ રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh