Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત રાજ્યના શહેરોમાં પ્રચંડ ગરમીઃ ભૂજ-ડીસામાં ૪૧ ડિગ્રીઃ લોકો ત્રાહિમામ્

રાજસ્થાન અને ગુજરાત દેશમાં સર્વાધિક ગરમઃ

અમદાવાદ તા. ર૯: ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ભૂજ-ડીસામાં ૪૧ ને પાર તો મોટાભાગના શહેરોમાં ૩૬ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં ચોમાસામાં વર્ષ ૧૯૯૪ થી ર૦ર૩ દરમિયાન વર્ષે સરેરાશ ૩પ.પ૦ ઈંચ સામે આ વર્ષે અત્યાધિધ પ૦.પ૦ ઈંચ વરસાદ વરસી ગયા પછી હવે પ્રકાશ પર્વ શ્રૃંખલાનો પ્રારંભ થયો છે. ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે.

સોમવારે તાપમાનનો પારો ભૂજ અને ડીસામાં ૪૧ સેલ્સિયસ અને રાજકોટમાં ૪૦ સેલ્સિયસે પહોંચી જતાં બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમનનો પારો ૩૮ સેલ્સિયસને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્યતાપ દર્શાવે છે.

સવારનું તાપમાન હજુ પણ ર૦ સલ્સિય નીચે ઉતરતું નથી. રાજકોટમાં સવારના ૧પ સેલ્સિયસ તાપમાને ગુલાબી ઠંડી અભુવાતી હોય તેના બદલે સોમવારે ર૧ સેલ્સિયસ એટલે કે પ.૭ સેલ્સિયસ વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ ર૬ સેલ્સિયસ આસપાસને બદલે ૩૯.૬ સેલ્સિયસ નોંધાયું છે.

આ રીતે અમદાવાદમાં નોર્મલ કરતા સવારનું તાપમાન ૪.૩ સેલ્સિયસ અને બપોરનું ૩.૩ સેલ્સિયસ વધારે, સુરતમાં સવારનું તાપમાન ૪.૭ સેલ્સિયસ વધારે, ભૂજમાં બપોરનું તાપમાન ૪.૮ સેલ્સિયસ વધારે અને પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકામાં ૩.૯ અને વેરાવળમાં ૩ સેલ્સિયસ વધારે તાપમાન નોંધાયું છે.

દિવળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે, પરંતુ આ વખતે કથળેલા ક્લાઈમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ જુદી છે. જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે ૧૭ થી ૧૯ સેલ્સિયસ સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતા ૩ થી ૬ સેલ્સિયસ વધરે રહે છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર પછી દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાન ૧૯ ડીગ્રી સુધી જતા ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે ૧૦ શહેરમાં ૩૬ ડીગ્રીથી વધુ તાપમન હતું, જેમાં કંડલા એરપોર્ટ ઉપરાંત ભૂજ, ડીસામાં પારો ૪૦ ડીગ્રીથી વધુ હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh