Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના પ્રૌઢનું તબીયત બગડ્યા પછી મોતઃ
જામનગર તા. ૨૯: ખંભાળિયાના કોટડીયા ગામ પાસે આવેલા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મૃત્યુ થયું છે. દ્વારકાના બીમાર પ્રૌઢની તબીયત લથડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે.
ખંભાળિયા તાલુકાના કોટડીયા ગામ પાસે આવેલા તળાવમાં શનિવારે સાંજે એક અજાણ્યા યુવાન પડી ગયેલી હાલતમાં જોવા મળતા કરણા પબાભાઈ ગાગીયાએ પોલીસને જાણ કરી હતી.
દોડી આવેલી પોલીસે તળાવમાંથી પાંત્રીસેક વર્ષની વયના લાગતા અજાણ્યા યુવાનને બહાર કાઢી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
દ્વારકા શહેરના ટીવી સ્ટેશન પાસે વ્રજધામ સોસાયટીમાં રહેતા અરવિંદ નરશીભાઈ ચૌહાણ (ઉ.વ.પ૭) નામના પ્રૌઢ પંદરેક વર્ષથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા. તેઓની તબીયત ગઈકાલે બપોરે બગડયા પછી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું મૃત્યુ થયાનું તેમના પુત્રી હીરલબેને પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial