Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧ ઓક્ટોબરે ઉજવણી હોઈ, અચાનક વહેલું આયોજન?: મહાનુભાવો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો જોડાયા
દેશમાં દર વર્ષે તા. ૩૧ ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એક્તા દિનની ઉજવણી કરવામાં આવે છે. અનુમાન મુજબ તે દિવસે દિવાળી હોવાથી અચાનક જામનગર મહાનગરપાલિકા તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવથી રન ફોર યુનિટી કાર્યક્રમનું વહેલુ આયોજન કરવામાં આવ્યું હતું. જેેમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલા, કોર્પોરેટર કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાયું હતું.
આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ જી.એલ. સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી બી.જે. રાવલિયા, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી. કેડેટ્સ, હોમગાર્ડસ યુનિટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતાં. આ દોડ રણમલ તળાવ ગેઈટ નં. ૧ ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ લેઉઆ પટેલ સમાજ પાસે પૂર્ણ થઈ હતી, જ્યાં મહાનુભાવો અને પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એક્તા શપથ લીધા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial