Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશમાં કુલ ૭૨૬૪ એકટિવ કેસઃ કુલ મૃત્યુ ૧૦૮
નવી દિલ્હી તા. ૧૭: દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને એકિટવ કેસની સાથે સાથે મૃતાંક પણ વધી રહ્યો છે. સૌથી વધુ અસર કેરળમાં જોવા મળી રહી છે.
દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે. કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ૧૦૮ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ કોરોના પોઝિટિવ લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ એક દિવસમાં મૃત્યુનો સૌથી વધુ આંકડો છે.
કેરળમાં સાત મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એક-એક મૃત્યુ થયું છે. સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, કેરળમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા તમામ સાત લોકો ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા. કોરોના ઉપરાંત, તેમને કેન્સર, કિડની અને ન્યુમોનિયા જેવી બીમારીથી પીડાઈ રહૃાા હતા. પહેલી જાન્યુઆરી ૨૦૨૫ પછી કેરળમાં કોરોનાને કારણે સૌથી વધુ ૩૫ મૃત્યુ થયા છે. જ્યારે દિલ્હીમાં ૬૭ વર્ષીય કોરોના પોઝિટિવ દર્દીએ જીવ ગુમાવ્યો, તેમને ફેફસાંનું કેન્સર પણ હતું.
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે, કોરોનાના કારણે મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેન્સર, કિડની રોગ અને હ્ય્દય જેવા બીમારી હતી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની વાત કરીએ, તો કેરળમાં સૌથી વધુ ૧,૯૨૦ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. ત્યારબાદ ગુજરાતમાં ૧,૪૩૩, દિલ્હીમાં ૬૪૯ અને મહારાષ્ટ્રમાં ૫૪૦ કેસ એક્ટિવ કેસ છે. નવા કેસોની વાત કરીએ સોમવારે (૧૬મી જૂન) દેશમાં કુલ ૧૧૯ નવા કેસ નોંધાયા હતા. કેરળમાં સૌથી વધુ ૮૭ કેસ નોંધાયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૩૮ નવા કેસ નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં ૩૭ અને દિલ્હીમાં ૩૩ નવા કેસ નોંધાયા હતા. રાજસ્થાનમાં પણ કોરોનાના ૩૦ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ ૭૨૬૪ એકિટવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કોરોના દર્દીઓને ઘરે સારવાર લેવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ સાવચેતી રૂપે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
કેરળમાં માસ્ક અને ટેસ્ટિંગ ફરજિયાત છે. કર્ણાટકમાં ગુલબર્ગામાં ૨૫ બેડનો કોવિડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટસ અને વધતા કેસે દેશને સતર્ક કર્યો છે. નાગરિકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર રાખવા અને ટેસ્ટિંગ કરાવવાની સલાહ આપવામાં આવે છે અને જો કોવિડના કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial