Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના શખ્સની અટકાયત કરતી એલસીબીઃ
જામનગર તા. ૧૭: લાલપુરના ખડખંભાળિયા ગામની સીમમાંથી એલસીબીએ રાજકોટના એક શખ્સને ત્રણ હજાર લીટર જવલનશીલ પ્રવાહી સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ બોલેરો પીકઅપ વાનમાં પાછળના ભાગે લોખંડની ટાંકી બનાવી તેમાં આ પ્રવાહી ભરી વેચાણ માટે ખડખંભાળિયા આવ્યો હતો તેની સામે ગંભીર બેદરકારી દાખવવા અંગેનો ગુન્હો નોંધાયો છે.
જામનગર-સમાણા ધોરીમાર્ગ પર આવેલા ખડખંભાળિયા નામની સીમમાં એક શખ્સ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ વાનમાં ઈંધણ વેચતો હોવાની બાતમી મળતા લાલપુરના એએસપી પ્રતિભાના વડપણ હેઠળ જામનગર એલસીબીના સ્ટાફે ગઈકાલે સાંજે ખડખંભાળિયા ગામની પહાડીયા સીમમાં દરોડો પાડયો હતો.
આ સ્થળેથી એક પીકઅપ વાન મળી આવી હતી. તે બોલેરોમાં પાછળના ભાગે લોખંડની ટાંકી બનાવી તેમાં જવલનશીલ પ્રવાહી ભરેલુ જોવા મળ્યું હતું. એલસીબીએ ત્રણ હજાર લીટર જવલનશીલ પ્રવાહી અને રૂ.૮ લાખની બોલેરો પીકઅપ વાન કબજે કરી લીધી છે. ત્યાંથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીયા ગામનો વતની અને હાલમાં રાજકોટના નવાગામમાં મામાવાડીમાં રહેતો હરેશ વસરામભાઈ સરસીયા ઉર્ફે લાલા ભરવાડ નામનો શખ્સ મળી આવ્યો હતો તેની અટકાયત કરાઈ છે. આ શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં બીએનએસની કલમ ૨૮૦, ૨૮૭ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ધારાની કલમ ૩, ૭ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial