Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી
કોલકાતા તા. ૧૭: આજે વહેલી સવારે એર ઈન્ડિયાના સેન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતા વિમાનમાં ખામી સર્જાતા મુસાફરોને અધવચ્ચે જ કોલકાતા ઉતારી દેવાયા હતાં.
સેન ફ્રાન્સિસ્કો મુંબઈ જતી એર ઈન્ડિયાની ફલાઈટના એક એન્જિનમાં ટેકનિકલ ખરાબી આવી હતી. જેના કારણે મંગળવારે (૧૭-જુન) કોલકાતાના એરપોર્ટ પર વિમાનના સ્ટોપઓવર દરમિયાન મુસાફરોને ઉતારવા પડ્યા હતાં.
ફલાઈટ એ-૧૧૮૦ સમયસર ૦૦.૪પ વાગ્યે એરપોર્ટ પર પહોંચી, પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલ ખરાબીના કારણે ઉડાનમાં મોડું થયું. લગભગ ૦પ.પ૦ વાગ્યે વિમાનના તમામ મુસાફરોને ઉતરવા માટે કહેવામાં આવ્યું હતું. વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે, ફલાઈટની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાની ફલાઈટ એ-૧૧૮૦ નિર્ધારિત સમય અનુસાર સેન ફ્રન્સિકો એરપોર્ટથી રવાના થઈ હતી. જો કે, કોલકાતા એરપોર્ટ પર સવારે ૧ર.૪પ વાગ્યે પહોંચ્યા બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. ચાર કલાકથી વધુ સમય પછી સવારે પ.ર૦ વાગ્યે જણાવવામાં આવ્યું કે, તમામ મુસાફરોને વિમાનથી નીચે ઉતરવું પડશે. આ કારણે મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા હતાં.
ઉલ્લેખનિય છે કે, પાંચ દિવસ પહેલા જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-૧૭૧ ટેકઓફ કર્યાના થોડી જ મિનિટોમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં ર૪ર લોકો સવાર હતાં. જેમાં ર૩૦ મુસાફરો, ૧૦ કેબિન ક્રૂ સભ્યો એન બે પાઈલોટનો સમાવેશ થાય છે. બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ સિવાય બધાના મોત થયા હતાં ત્યારથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial