Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૭: દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ એમ ચારેય તાલુકાના અનેક ગામડાઓમાં ભારે વરસાદ પડે ત્યારે ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રસ્તા બંધ થઈ જવા તથા કલાકો સુધી વાહનો ફસાઈ જવા તથા નીકળવા જતાં અકસ્માતો થવાનો ભય રહેતો હોય રાજયમંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેકની રજુઆતોના પગલે આવા ચોકકસ સ્થળો રસ્તાઓ પર કરોડો રૂપિયાના ખર્ચે માયનોર પુલ બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે હવે પૂર્ણતાના આરે હોય આ ચોમાસાના ભારે વરસાદમાં આ તકલીફ ના થાય તેવી વ્યવસ્થાનું તંત્ર દ્વારા આયોજન કરાયું છે.
દ્વારકા જિલ્લા આર. એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર ઉત્તમકુમાર ચૌધરીએ જણાવેલ કે કલ્યાણપુર દેવળીયા ચાંચબાણા પર ૧.૨૫ કરોડના ખર્ચે માયનોર બ્રીજ, બજાણા કોટા કંડોરણા રસ્તા પર ૨.૨૫ કરોડના ખર્ચે બ્રીજ, ચોખંડા, ભંડારીયા રોડ પર ૧.૫૦ કરોડના ખર્ચે બ્રીજ, ખંભાળિયા લાલપુર રોડ પર ૨.૭૫ કરોડના ખર્ચે પુલના કામો ચમાસા પહેલા જ શરૂ કરાયા હોય તે પૂર્ણ થવામાં છે તો કલ્યાણપુર ચુર ભાડથર પુલનું કામ બે કરોડનું મંજુર થવામાં છે. અગાઉથી ચાલુ કરાયેલા આઠેક માયનોર બ્રીજના કામો પુરા થવામાં જ હોય આ ચોમાસામાં અનેક સ્થળોએ પાણી ભરવાની સમસ્યાથી લોકો પરેશાન નહીં થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial