Advertisement
Author: નોબત સમાચાર

''યુગાંતર-પિત્ચ સ્વિચ એન્ડ એનરીચ'' વિષય પર સી.એ.ના વિદ્યાર્થીઓ માટે કોન્ફરન્સ યોજાઈ

જામનગરની સી.એ. બ્રાન્ચ દ્વારા બે દિવસ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર સીએ  બ્રાન્ચ દ્વારા સીએ વિદ્યાર્થીઓ માટે યુગાંતર : પિત્ચ સ્વિચ એન્ડ એનરીચના વિષય પર તારીખ ૦૮ જૂન તથા ૦૯ જૂન ૨૦૨૫ ના બે દિવસીય કોન્ફરન્સનું ધન્વન્તરિ ઓડિટોરિયમ જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેને બહોળી સંખ્યામાં સીએ સ્ટુડન્ટસ દ્વારા નિહાળવામાં આવી હતી.

આજે જ્યારે તમામ જગ્યાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અદ્યતન ટેક્નોલોજી મહત્વ અને પાયાનો ભાગ ભજવી રહી છે ત્યારે આ કોન્ફરન્સ તેવા વિષયોને ધ્યાનમાં લઈને આયોજિત કરવામાં આવી હતી. સાથોસાથ સ્ટાર્ટ અપ, એમ. એસ. એમ. ઈ.  અને એસ.એમ.ઇ. આઈપીઓ જેવા વિષયો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા હતાં. સીએના વિદ્યાર્થીઓ માટે માત્ર ટેકનિકલ જ નહી પરંતુ મોટિવેશનલ તથા મેન્ટલ વેલ બીઇંગ જેવા વિષયો પર પણ સક્ષમ પ્રવક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 યુગાંતર કોન્ફરન્સના ચીફ ગેસ્ટ તરીકે મૂળ જામનગર ના સીએ. પ્રશાંત મહર્ષી હાલ વાઇસ પ્રેસિડેન્ટ, આઈ. ટી. એ. ટી. બેંગાલુરુ ની ઉપસ્થિતિમાં તમામ મેનેજિંગ કમિટી મેમ્બર, જામનગર સીએ બ્રાન્ચના ભૂતપૂર્વ ચેરમેનો, વિવિધ વિષય ના તજજ્ઞનો, જામનગર વિકાસા કમિટીના સભ્યો અને તમામ પાર્ટિસિપેન્ટસની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સમાં સેંટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ જય છાઇરા સુરત, વિકાસાના ચેરમેન સીએ જીતેન્દ્ર સાગ્લાનિ નાગપુર, પાસ્ટ આર.સી.એમ. સીએ રૂદયેશ પાંખાનિયા મુંબઈ, સીએ ભંવર બોરાના મુંબઈ, મનીષ વઘાસિયા સુરત, સીએ કલ્પિત મહેતા, સીએ નિલય પોપટ, સીએ વિશાલ ચુડાસમા અને ભાસ્કર રાઠોડ જામનગર સહિતના વિવિધ તજજ્ઞોએ વિવિધ વિષયો પર પોતાનું માર્ગદર્શન આપ્યું હતું. બ્રાન્ચના પાસ્ટ ચેરમેન સીએ કૌશિક ગોસ્વામી અને સીએ દીપાબેન ગોસ્વામીએ કોન્ફરન્સના પેપર પ્રેઝન્ટરના જજ તરીકે સેવા આપી હતી.

આ કોન્ફરન્સમાં ૧૨ જેટલા સીએ વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ટેકનિકલ વિષયો પર પોતાનું પેપર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું, અને તેમાં પ્રથમ વિજેતા તરીકે પ્રાણશૂ ગુપ્તા દ્વારા સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ.

 આ કાર્યક્રમને સફળ બનાવવા જામનગર બ્રાન્ચ ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, વાઇસ ચેરમેન સીએ મહમદ સફી કુરેશી, સેક્રેટરી સીએ જયદીપ રાયમંગિયા, ટ્રેઝરર સીએ ખુશી ગુઢકા તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈસીએએસઅએના ચેરમેન સીએ વિશાલ સાકરીયા, ડબલ્યુઆઈસી-એએસએના કો-ઓપટેડ મેમ્બર સીએ દિપક દામા,  ઇમિડીએટ પાસ્ટ ચેરમેન સીએ પ્રિતેશ મહેતા અને સીએ પ્રતિક ચાંદ્રા તથા પૂર્વ ચેરમેનો તથા જામનગરના સીએના સભ્યો તથા કમિટીના સભ્યો અન્ય સીએ વિદ્યાર્થીઓ તથા બ્રાન્ચ ઈન્ચાર્જ સંજય ઝાલા તથા બ્રાન્ચ સુપરવાઇઝર ભાવેશ વિંઝુડાએ જહેમત ઉઠાવી હતી. તેમ સેક્રેટરી, સીએ જયદીપ રાયમંગિયાએ યાદી જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh