Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરિયાદ ખર્ચ અલગથી આપવા કહેવાયું:
જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીની મોટરમાં અકસ્માતે થયેલી નુકસાની અને ધ્રોલના આસામીના ટ્રકમાં અકસ્માતના કારણે થયેલા નુકસાન અંગે ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા બે વીમા કંપનીને હુકમ કર્યાે છે.
જામનગરના દીપકભાઈ જેઠાભાઈ મકવાણા નામના આસામી પોતાની મોટરમાં જોડીયા જતા હતા ત્યારે હડીયાણા પાસે એક ટ્રક ટકરાઈ પડતા મોટરમાં નુકસાન થયું હતું. મોટરની વીમા કંપની-એસબીઆઈ જનરલ ઈન્સ.ને જાણ કરાતા વીમા કંપનીએ વળતર ચૂકવવાનો ઈન્કાર કર્યાે હતો. તેથી વીમા કંપની સામે ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૩,૭૨,૬૫૯ની રકમ છ ટકા વ્યાજ સાથે અને રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ પેટે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
ધ્રોલના દિલીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના ટ્રકને ચાલુ વરસાદે અકસ્માત નડ્યો હતો. તેનું વળતર માંગવામાં આવતા રિલાયન્સ જનરલ ઈન્સ.એ વળતર ચૂકવ્યું ન હતું. આથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ.૮,૫૨,૯૪૩ની રકમ છ ટકા વ્યાજ સાથે અને રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ સોહિલ બેલીમ, હર્ષિલ રાબડીયા, સલમાન શેખ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial