Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગિરી હાંસિયામાં ધકેલાઈ ગઈઃ સ્થાનિક કોર્પાેરેટરો પોતાના જ વોર્ડમાં બેદરકારઃ તંત્ર કરે છે પબ્લિસિટી સ્ટંટ
જામનગર શહેરમાં આ વર્ષે પણ લાખ્ખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી છે તેવું જામ્યુકોના ચોપડે નોંધાયેલ છે. પરંતુ હકિકત જોવા જઈએ તો કંઈક અલગ જ દૃશ્યમાન થાય છે. દર વર્ષની જેમ લાખ્ખો રૂપિયા પાસ કરી અને દેખાડવા ખાતર અમુક જગ્યાઓ પર પ્રિ-મોન્સુન કામગીરી કરી અને ફોટાઓ પડાવી અને સસ્તી પ્રસિધ્ધિ કરી દેવામાં આવે છે. હવે તો મેઘરાજાએ પણ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં મંડાણ કરી દીધા છે ત્યારે શું પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કે હજુ પણ આ કામગિરી યથાવત રાખવામાં આવી છે. જામનગર શહેરના અન્નપૂર્ણા સર્કલ થી કાલાવાડ નાકા બહાર તરફ જવાના રસ્તા પર રંગમતી-નાગમતી નદી આ વર્ષે પણ કચરાના ઢગલાથી ઢંકાઈ ગયેલ દૃશ્યમાન થાય છે. એક તરફ સરકાર તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા રંગમતી-નાગમતી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે ત્યારે આ નદીમાં રહેલો કચરો સાફ કરવો જોઈએ અને કચરા મુક્ત નદી બનાવવી જોઈએ. આ વિસ્તારના નગર સેવકો દ્વારા તો ક્યારે પણ કોઈ તસ્દી લેવામાં નથી આવતી કે આ નદીની સાફ-સફાઈ કરાવી અને પ્રિ-મોન્સુન કામગિરીમાં આ નદીનો સમાવેશ કરવામાં આવે. ભારે વરસાદના કારણે આસપાસ રહેતાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી જતાં હોય છે ત્યારે પણ આ વિસ્તારના સ્થાનિક નગરસેવકો ફરકતાં પણ નથી. હજુ પણ રંગમતી નદીમાં રહેલા કચરાને સાફ સાફઈ કરાવી અને વરસાદના કારણે પાણીને અવરોધતાં આ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી પણ ત્યાંના રહેવાસીઓમાં માંગણી ઉઠવા પામી છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial