Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરમાં દબાણો દૂર કરવાની કામીગીરીનો અહેવાલ
જામનગર તા. ૧૭: જામનગર શહેરમાં છેલ્લા બે મહિનાથી નદીના પટમાં વરસોથી ખડકાયેલા અને નદીના પ્રવાહને અવરોધતા ગેરકાયદે દબાણોને હટાવ્યાની મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સંદર્ભે આંકડાકીય વિગતો સાથેનો અહેવાલ રજુ કરવા મ્યુનિ. કમિશ્નર ડી.એન.મોદી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
જેમાં જણાવ્યા મૂજબ રંગમતી નદીમાંથી દબાણો દૂર કરવા અને દબાણોની ઓળખ માટે દસ પોકેટ્સ બનાવવામાં આવ્યા હતા અને આજની તારીખે આ તમામ દસેય પોકેટ્સના દબાણો દૂર કરી દેવાયા છે, જે માટે મનપા તંત્ર દ્વારા દબાણકર્તાઓને પુરતો સમય આપી સમજાવટથી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.
બચુનગર તરીકે ઓળખાતા દબાણમુક્ત વિસ્તારોની કામગીરી સમયે ગુજરાત હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. પણ તેમાં અંતે મનપાની તરફેણમાં ચૂકાદો આવ્યા પછી બચુનગરના તમામ દબાણો દૂર કરી દેવાયા છે.
રંગમતી નદીના પ્રવાહને અવરોધરૂપ દબાણો દૂર કરાયા પછી તેની પહોળાઈ તથા ઉંડાઈ વધારવાની તેમજ તેમાંથી માટી-કાંપ કાઢવાની કામગીરી પતી ગઈ છે જેથી નદીમાં પાણીની ક્ષમતા વધશે.
નાગમતિ નદીના પ્રવાહને અવરોધતા ગેરકાયદે દબાણો પ્રમાણમાં ઓછા છે અને તે પણ આગામી ૧પ દિવસમાં દૂર કરી દેવામાં આવશે.
નદીના પટ્ટના દબાણો ઉપરાંત ટીપી/ડીપી માર્ગના નિર્માણ માટે પણ દબાણો સહિતના બાંધકામો દૂર કરાયા છે અને ખાસ કરીને હાલાર હાઉસ, સ્વામિનારાયણનગરથી ગાંધીનગર સુધીના માર્ગના નિર્માણ માટે પણ દબાણો - અવરોધો દૂર થયા છે, જે અંગેના બાકીના અઢી કિ.મી.ના માર્ગની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. જો કે, અગાઉ ૩૦ મીટર પહોળા માર્ગની દરખાસ્ત સામે હવે આ માર્ગ ૧ર મીટરની પહોળાઈવાળો બનશે.
આ દબાણોની આંકડાકીય વિગતોમાં રહેણાંક, કોમર્શિયલ તેમજ ધાર્મિક સ્થાનો સહિતના ૯૧૭ દબાણો હટાવાયા છે. જેથી અંદાજે રૂ. રપ૯.૦ર કરોડની ૧૯,૧૯,૦૦૧ ચોરસ ફૂટ જગ્યા ખૂલ્લી થઈ છે. આ જમીનોનો વિકાસકામો માટે સૂચારૂ ઉપયોગ કરાશે.
મ્યુનિ. કમિશ્નર મોદીના જણાવ્યા પ્રમાણે નદીને તેના મૂળ સ્વરૂપમાં - કદમાં લાવવાની કામગીરી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહી છે. આ ઉપરાંત દબાણો હટાવી લેવામાં આવ્યા પછી તેની પહોળાઈ અને ઉંડાઈ વધારવામાં આવી હોવાથી ચોમાસામાં નદીના પૂરના પાણી શહેરના વિસ્તારોમાં ઘૂસી જતા અને નગરજનોના જાનમાલ, ઘરવખરીને નુકસાન થતું તે આફતની સમસ્યામાં મોટી રાહત મળશે.
નાગમતી નદીના પ્રવાહમાં આવતા દબાણો સ્વેચ્છાએ હટાવી લેવા પણ તેમણે અપીલ કરી છે. અન્ય પ્રશ્નોના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જુના રેલવે સ્ટેશનના ડિમોલીશન પછીની સ્થિતિને ધ્યાને લઈને આ વિશાળ જમીનને ખૂલ્લી કરવા, સમથળ કરવા તથા મનપાને મળે તે માટે રેલવે તંત્ર સાથે સંકલન સાથે ચર્ચા-વિચારણા ચાલુ છે.
જામનગરમાં બની રહેલા ફલાઈ ઓવરબ્રીજની નીચે બ્લોક પાથરવામાં આવી રહ્યાં છે. આ જગ્યાઓ વાહનોના પાર્કિંગ માટે મનપા દ્વારા ભાડે આપવામાં આવશે.
આ પત્રકાર પરિષદમાં મ્યુનિ. કમિશ્નર તેમજ ડીએમસી અને ચીફ સિવિલ એન્જિનિયર ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial