Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા
જામનગર તા. ૧૭: જામનગરની ગુલાબ કુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશી ગૌવંશ વિદ્યાપીઠના પ્રથમ કુલગુરૂ તરીકે નિમણૂક પામનાર ડો. હિતેશભાઈ જાનીને સ્મૃતિચિન્હ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ઈટ્રાના ડાયરેકટર ડો. તનુજાબેન નેસરી, આયુર્વેદિક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશભાઈ જૈન, ઈટ્રાના સભ્ય કીર્તિભાઈ ડી. ફોફરીયા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, ડો. કાશ્મીરાબેન, ડો. વર્ષાબેન સોલંકી, એ.કે. મહેતા, ડો. રક્ષાબેન દાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે ડો. હિતેશભાઈ જાનીએ ગૌ વિશ્વ વિદ્યાપીઠ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, દેશી ગાયો માટે વધુ રીસર્ચ કરવા માટે આ વિદ્યાપીઠની રચના કરવામાં આવી છે.
આપણી દેશી ગાયોનું દૂધ ખોરાક માટે ખૂબ જ મહત્ત્વનું છે. બ્રાઝીલ તેમજ આર્જેન્ટીનામાં વર્ષો પહેલા ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી પાસેથી અમુક ગયો અને સાંઢને પોતાના દેશમાં લઈ ગયેલ. આજે ત્યાં દેશી ગાયોની અંદાજીત સંખ્યા ૩૦,૦૦૦ જેટલી છે. આ ગાયોના દૂધ-ઘી વગેરે ત્યાંના લોકોને ખૂબ જ અનુકૂળ પડે છે. અને તેમની તંદુરસ્તી પણ સારી રહે છે. દુનિયામાં અંદાજીત કુલ ૫૫૦૦ માદા દૂધ આપે છે. પરંતુ મોટાભાગે આ માદાનું દૂધ તેમના બચ્ચાને જ માફક આવે છે. અમુક માદાના દૂધ જ માણસો પી શકે છે. પરંતુ સૌથી ઉત્તમ દૂધ ગાયનું હોય છે. માનવજાત આ દૂધ પી શકે છે અને તેમાંથી તેમને ઘણાં પોષક તત્ત્વો મળી રહે છે. ગાયનું દૂધ તેમજ ઘી આરોગ્ય માટે પણ ખૂબ જ સારૃં છે તેમ ડો. હિતેશભાઈએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જોગીનભાઈ જોષીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial