Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાન્ય દરે વેરો વધે તે વિકાસનાી નિશાની ગણાય
ખંભાળીયા તા. ૧૭: ખંભાળીયા નગરપાલિકામાં વર્ષોથી કરવેરામાં વધારો જ ના થતો હોય, સામાન્ય સત્તાના એજન્ડામાં અનેક વખત આ મુદ્દો ભાવ વધારો કર વધારોનો લેવામાં આવતો પણ સંકલનમાં તેનો છેદ ઈરાદાપૂર્વક ઉડાડી દેવાતો કે સામાન્ય લોકો મરી જાય !!
આશ્ચર્યની વાત છે કે સામાન્ય લોકો પાણીના નાના બેરલના એકજ વખતના સાતસો-આઠસો ચૂકવવાના હોય તો 'મરી જાય'!! આવી સ્થિતિ પછી સંકલનની બેઠકમાં રાજ્યમંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેતા તેમણે સદસ્યોને વિકાસ માટે કરવેરામાં સામાન્ય વધારો જરૂરી હોવાનું સમજાવાયા પછી તાજેતરમાં વર્ષે ૬૦૦ રૂપીયા પાણીવેરો હતો તે વર્ષે ૯૦૦ રૂપીયા થયો. જો કે, આ પાણીવેરા વધવાની સામે પાલિકાને આવકના મહત્વના સ્ત્રોત ભાડા પટ્ટાની આવકમાં પણ વધારો કરવા તેમાં ભાડું વધારવાનો નિર્ણય થયો હતો.
નગરપાલિકા પાસેની લગત જગ્યાનો ઉપયોગ કરવા વર્ષોથી આસામીઓ દ્વારા ભાડા પટ્ટા પર જગ્યા લેવામાં આવી છે, જે જગ્યાનું મામૂલી ભાડું હતું તેમાં ભાવ વધારો થતાં એક તબક્કે જંત્રી મુજબ ભાડું વસુલવું નક્કી થયું હતું. જે પછી વધુ લાગતા ફૂટના રૂ. ૫૦૦ લેખે માસિક ભાડું નક્કી થતા પાલિકાતંત્ર દ્વારા આ પ્રમાણેનું ભાડું લેવાનું શરૂ થયું છે. તેમાં પણ લાખો રૂપીયાની આવક થયાની સંભાવના થઈ છે.
એક જ આસામી પાસેથી વર્ષે ૩૬ લાખ આવક
ખંભાળીયા પાલિકાને સરકાર તરફથી ઓકટ્રોય ગ્રાન્ટ આવે છે તે એટલી મોટી છે કે ગોધરા જેવી વર્ષોથી એ ગ્રેડની નગરપાલિકા સહિત અનેક મોટી નગરપાલિકાઓ કરતા પણ વધુ મહીને ૪૪ લાખ જેટલી છે. પણ આમ છતાં પગાર ચૂકવવાના સાંસા થાય છે. થોડા સમય પહેલા જ પગાર પેન્શન તથા હક્ક હિસ્સાની ચૂકવણી માટે કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવેલું. અવે ખંભાળીયા શહેરમાં જ એક આસામીએ ભાડા પટ્ટાની જમીન રાખી છે, સાડા ત્રણ વિઘા એટલે કે ૬૦૦૦૦ ફૂટ, આ જમીનનું ભાડું જ ફૂટના પાંચ રૂપીયા લેખે મહીને ત્રણ લાખ થાય અને વર્ષે એક જ આસામી પાસેથી રૂપીયા ૩૬ લાખ આવશે ! અગાઉ હજારોના ભાડા નવા વધારાની લાખો થઈ જતાં ખંભાળીયા પાલિકાની આર્થિક સ્થિતિ પણ સુધરશે અને પગારના સાંસાની સ્થિતિ નહીં આવે.
જો કે, હજારોના મામૂલી ભાડા લાખો થતાં આસામીઓ આ બાબતે કોર્ટના દરવાજા ખખડાવવા પણ તૈયારી કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે પાલિકાની જ માર્કેટમાં ૧૦ વાર ફૂટ જગ્યાનું માસિક ભાડું ત્રણ હજાર નક્કી થયું છે, તો ભાડા પટ્ટાની જગ્યા તો અમુક સ્થળે કરોડોની ગણાય છે ત્યાં ફૂટે પાંચ રૂપીયા મામૂલી ગણાય. તાજેતરમાં પાલિકા દ્વારા શોપીંગસેન્ટરની હરરાજીમાં દુકાનોના ૮૦-૮૦ લાખ આવ્યા તેવી કરોડની ગણાય તેવી દુકાનો પાંચ રૂપીયાના ભાડાની માલિક છે.
નવાઈની વાત છે કે ખંભાળીયાથી નાના એવા સલાયા જેવા ભાડા પટ્ટાનો દર ફૂટના ૧૦ રૂપીયા છે અને અહીં પાંચ રૂપીયામાં પણ પરેશાની થાય છે, જો કે કરવેરો સામાન્ય દરે વધે તે વિકાસની નિશાની છે, તે વાત અમુક નગરસેવકો સમજે તો જ સાચો વિકાસ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial