Advertisement
Author: નોબત સમાચાર

"જલસા" ના કલાકારોએ જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરના મનો દિવ્યાંગોને ટીશર્ટ આપી ખુશ કરી દીધા !

બાળકો સાથે સેલ્ફી લીધીઃ ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું

                                                                                                                                                                                                      

ગુજરાતી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ  કલાકાર ભાવિન ભાનુશાાળી, ધર્મેશભાઈ વ્યાસ, હેમાંગભાઈ દવે, બેબુ કુરેશી જલસા ફિલ્મના કલાકારોએ પોતાનો કિંમતી સમય આપી ૐ ટ્રેનિંગ સેન્ટરના મનો દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા હતા અને દરેક બાળકોને ટીશર્ટ આપી બાળકો સાથે સેલ્ફી લઈ દિવ્યાંગોને ખુશ કર્યા હતા. ૐ ટ્રેનિંગ સેન્ટરના મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા તરફથી મહાનુભાવોને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામનું આયોજન ૐ ટ્રેનિંગ સેન્ટરના ફાઉન્ડર ડિમ્પલબેન મહેતા દ્વારા કરવામાં આવેલ, મહેમાનોના સ્વાગત માટે ૐ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ નીતિનભાઈ મહેતા, સીમાબેન સોમાણી, ઘનશ્યામભાઈ સોમાણી, પી.બી.જાડેજા, લાયન્સ કલબ ક્વિનના ગીતાબેન સાવલા, રોહીતભાઈ જોષી, મીતેષભાઈ મહેતા, ૐ ટ્રેનિંગ સેન્ટરના ભાઈઓ તથા બહેનોએ સહકાર આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh