Advertisement
Author: નોબત સમાચાર

એર ઈન્ડિયાની ફલાઈટ રદ્દઃ હોબાળો

ઓપરેશનલ સમસ્યાનું કારણ અપાયું

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૭: ગઈકાલે એર ઈન્ડિયાની મુંબઈ-અમદાવાદ ફલાઈટ ટેકનિકલ કારણોસર રદ્દ કરી દેવાતા મુસાફરોએ હોબાળો કર્યો હતો. આ ફલાઈટ રદ્દ કરવા માટે ઓપરેશનલ સમસ્યાનું કારણ બતાવવામાં આવ્યું હતું. ઉપરાંત દિલ્હી-રાંચીની ફલાઈટને પણ પરત વાળવી પડી હતી.

એર ઈન્ડિયાની વધુને વધુ ફલાઈટમાં સતત ટેકનિકલ ખામીના સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ અકસ્માત પછી થઈ રહેલી સતત તપાસ દરમિયાન ગરબડ સામે આવી રહી છે. મુંબઈથી અમદાવાદ જતી એર ઈન્ડિયાની ફલાઈટ એ-૧ર૪૯૩ ને સોમવારે (૧૬-જૂન) રદ્દ કરી દેવામાં આવી હતી. ઓપરેશનલ સમસ્યાના કારણે આ ફલાઈટ રદ્દ કરવામાં આવી હતી. આ ફલાઈટને એરબેઝ એ-૩ર૧-ર૧૧ વિમાન (વીટી-પીપીએલ) દ્વારા સંચાલિત થવાની હતી. જો કે એક અનિશ્ચિત ઓપરેશનલ સમસ્યાના કારણે તે મોડી પડી હતી.

આ વિલંબ દરમિયાન સોંપાયેલ ક્રૂ તેમની ફલાઈટ ડ્યુટી સમય મર્યાદા (એફડીટીએલ) સુધી પહોંચી ગયો. આ એક નિયમ છે કે, સુરક્ષાના કારણે એરલાઈન ક્રૂ સભ્યો કેટલા કલાકો સુધી કામ કરી શકે છે તે મર્યાદિત કરે છે. રાત્રે ૧.૦૦ વાગ્યે ફલાઈટ કેન્સલ થયાની પાઈલોટ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. ફલાઈટને ફરી એરપોર્ટ તરફ લઈ જવામાં આવી હતી.

જો કે, આ દરમિયાન મુસાફરોએ ખૂબ હોબાળો કર્યો હતો. ફલાઈટ રનવે પર પહોંચી તે બાદ રનવે પર જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો દાવો છે કે, પાઈલોટે કહ્યું હતું કે, જો ટેકઓફ થાય તો તેમની જવાબદારી નહીં રહે, એવામાં મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને વિમાનમાંથી ઉતરી ગયા હતાં. પ્રાપ્ત થતી વિગતો મુજબ મુસાફરોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતાં. રિફંડ લઈને એરપોર્ટ પર સામાન માટે રાહ જુઓ અથવા ફલાઈટ રીપેર થાય તેની રાહ જુઓ. આ દરમિયાન સોમવારે દિલ્હીથી રાંચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફલાઈટને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત વાળવામાં આવી હતી. બોઈંગ ૭૩૭ મેક્સ ૮ વિમાન સાંજે ૬.ર૦ વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડીંગ કરવાનું હતું.

એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર નિરીક્ષણ અને મંજૂરી પછી વિમાને તેનું સામાન્ય સંચાલન ચાલુ રાખ્યું હતું. પ્રવકતાએ કહ્યું કે, 'અમારા એક વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ પછી દિલ્હી પરત ફર્યુ. નિરીક્ષણ અને મંજૂરી બાદ વિમાને સુનિશ્ચિત સંચાલન ચાલુ રાખ્યું. અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh