Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોમ્બની ધમકી મળતા ઈન્ડિગો વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ગઈ રાત્રે બીજી ચાર ફલાઈટમાં ખામી
અમદાવાદ તા. ૧૭: પ્લેન ક્રેશ દુર્ઘટના પછી એર-ઈન્ડિયાની લંડન જતી પહેલી ફલાઈટ કેન્સલ થઈ છે. આજની ફલાઈટને કાલે રિશિડયૂલ કરતાં યાત્રીઓ રઝળ્યા છે. એરલાઈન્સ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી તેવી ફરિયાદ ઉઠી છે. બીજી તરફ બોમ્બની ધમકી મળતા ઈન્ડિગોની ફલાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડે છે. તે ઉપરાંત એર ઈન્ડિયાની બીજી બે-ત્રણ ફલાઈટ પણ ખામીના કારણે અટકી પડી હોવાનુ જાણવા મળે છે.
તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એને રદ કરવાની ફરજ પડી છે.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ-૧૫૯, જે બોઇંગ ૭૮૮ની હતી અને બપોરે ૧:૧૦ વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, એ ટેક્નિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ફ્લાઇટ ટેક-ઓફના માત્ર થોડાક કલાકો પહેલાં જ આ ટેક્નિકલ ખામી ધ્યાનમાં આવી હતી. સદનસીબે, સમયસર આ ખામી પકડાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે અને બધા યાત્રીઓના જીવ બચી ગયા, જોકે આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લંડન જવા નીકળેલા અનેક યાત્રીઓ એરપોર્ટ પર જ અટવાઈ પડ્યા હતા. એરલાઈન્સ તરફથી યોગ્ય જવાબ મળતો નહીં હોવાની રાવ પણ ઉઠી હતી.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતાં એને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે. નિર્ણય લીધો છે કે હવે તેઓ ફ્લાઈટ નંબર ૧૭૧નો ઉપયોગ નહિ કરે અને હવે ફ્લાઈટનો નંબર ૧૫૯ અપાયો છે. આ નિર્ણય તાજેતરમાં અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે, જેમાં ૨૪૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતાં.
ગત રાત્રે પણ મુંબઈ એરપોર્ટ પર જ એર ઇન્ડિયાની લગભગ ૪ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અનેક પેસેન્જરોએ હોબાળો મચાવી એર ઇન્ડિયાના સ્ટાફ સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. હજી અમદાવાદ-લંડનની ફ્લાઇટ ક્રેશ થઇને અનેક લોકો મોતને ભેટ્યા એ સમાચાર હજી ભુલાયા નથી ત્યારે ગત રાત્રે મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બીજી દુર્ઘટના થતાં રહી ગઇ હતી.
લગભગ એક કલાક પછી પેસેન્જરોની ધીરજ ખૂટતાં અને રિપેર થાય તોપણ આ ફ્લાઇટમાં નહીં જઇએ એવો હોબાળો કરતાં શરૂઆતમાં કડક વલણ અપનાવી રહેલા ગ્રાઉન્ડ સ્ટાફને પેસેન્જરો સામે ઝૂકવું પડ્યું. પેસેન્જરોને બસમાં બેસાડી બેગેજ બેલ્ટના દરવાજા પાસે લઇ જઇ ઊભા કરી દેવામાં આવ્યા. એકપણ સ્ટાફ હવે શું કરવાનું છે ? એ સવાલનો જવાબ આપવા અસમર્થ હતો.
મુસાફરોને તે પછી અપાયા વિકલ્પો મુજબ જેને અમદાવાદ જવું હોય તેને સવારે ૫:૨૫ની એર ઇન્ડિયા ફ્લાઇટમાં લઇ જવામાં આવશે. જેને ન જવું હોય તેની ટિકિટ કેન્સલ કરી ૧૦૦% રિફંડ આપવામાં આવશે, પરંતુ બેગ એક કલાક પછી મળશે. તેવું કહેવામાં આવ્યું હતું. કેન્સલ કરાવનાર પેસેન્જરોને પોતાની બેગ લગભગ બે કલાક પછી અનેક ઝઘડા કર્યા પછી મળી. આ દરમિયાન એક વૃદ્ધ મહિલાને ચક્કર આવતાં એરપોર્ટના પેસેજમાં જ ફસડાઇ પડેલાં. આ આખી ઘટના દરમિયાન એર ઇન્ડિયા ઓથોરિટીએ પેસેન્જરોને પાણી પણ નહોતું આપ્યું તેવા અહેવાલો પણ વહેતા થયા હતાં.
કોચ્ચિથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી બાદ નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ સલામતીને ધ્યાને લઈને વિમાનનું નાગપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી વિમાનની તપાસ કરવામાં આવી હતી.
વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ પ્રોટોકોલ હેઠળ તુરંત ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં પુષ્ટિ કરવામાં આવી કે, ધમકી ગંભીર હતી. કારણ કે, ધમકીમાં ફ્લાઇટ નંબર પણ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યો હતો. જોકે, ધમકી મળી ત્યાં સુધી ફ્લાઇટ કોચ્ચિથી ઉડાન ભરી ચુકી હતી, જેને સુરક્ષાના કારણોસર નાગપુર એરપોર્ટ તરફ વળાવી દેવાયું હતું. હાલ, વિમાન અને મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, શુક્રવારે થાઇલેન્ડના ફુટેકથી નવી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૩૭૯ને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફુકેટ એરપોર્ટના અધિકારીઓએ જાણકારી આપી હતી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈમરજન્સી પ્રોસીઝરનું પાલન કરતા તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના આ વિમાનમાં ૧૫૬ મુસાફરો સવાર હતા.
આજે સવારે કોલકાતામાં પણ એક ફલાઈટ વિમાનમાં ખામીને કારણે અધવચ્ચેથી ઉડાન નહીં ભરતા હોબાળો થયો હતો.
આ બધા કારણે હવે હવાઈયાત્રા અનિશ્ચિત અને અસુરક્ષિત પુરવાર થઈ રહી હોવાના પ્રત્યાઘાતો પણ સામે આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial