Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરીઃ તહેરાન છોડવા સલાહ
નવી દિલ્હી/તહેરાન તા. ૧૭: અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ નહીં થાય તો હૂમલા વધશે, તેવી ઈરાનને ટ્રમ્પે ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર થઈ છે.
ઈઝરાયલે ઈરાન પર એરસ્ટ્રાઈક કરી તે બાદથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કહ્યું હતું કે 'ઈરાન પાસે હજુ પણ એક મોકો છે', અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ કરે નહીંતર હજુ ભયાનક હૂમલા થશે. હવે તે કહી રહ્યા છે કે, ઈરાનનો પરાજય નિશ્ચિત છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી લખ્યું, મેં ઈરાનને પહેલાં જ ડીલ કરી લેવા કહ્યું હતું. સામાન્ય શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ હથિયારો ના હોઈ શકે. મેં વારંવાર કહ્યું. સૌ કોઈ તાત્કાલિક તેહેરાન ખાલી કરે.
અગાઉ ઈઝરાયલે ઈરાન પર હૂમલો કર્યો હતો જેમાં ઈરાનના ૨૦ ટોચના કમાન્ડર સહિત ૭૫ થી વધુ લોકોના મોતની આશંકા છે. મૃતકોમાં ઈરાનની આર્મી તથા એરફોર્સના ચિફ પણ સામેલ છે. ઈરાનના છ વિજ્ઞાનીઓએ પણ જીવ ગુમાવ્યા. ઈઝરાયલ દ્વારા ઈરાન પર કુલ પાંચ તબક્કામાં હૂમલો કરાયો હતો. જેને 'ઓપરેશન રાઈઝિંગ લાયન' નામ આપવામાં આવ્યું. નોંધનીય છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે અને અહેવાલો અનુસાર તેમને સફળતા પણ મળી રહી હતી. એવામાં અમેરિકા અને ઈઝરાયલ તથી ઈચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ બને.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો હોવાથી ભારતીય દૂતાવાસે આજે તહેરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના વ્યક્તિઓને શહેર છોડીને સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે.
આ ઉપરાંત ભારતીય દૂતાવાસે તહેરાનમાં રહેલા એવા ભારતીયોને પણ સૂચના આપી છે જે સંપર્કમાં નથી, તેમને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે ઈરાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને જણાવ્યું હતું કે 'તહેરાનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. અન્ય ભારતીય નાગરિકોને પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈરાન છોડવાની સુવિધા આપવામાં આવી છે. શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે દૂતાવાસે લોકો સાથે સતત સંપર્કમાં છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ "એક્સ" પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે તહેરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તહેરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +૯૮૯૦૧૦૧૪૪૫૫૭, +૯૮૯૧૨૮૧૦૯૧૧૪, +૯૮૯૧૨૮૧૦૯૧૦૯ નંબર ૫ર મોકલવામાં આવે. આ ઉપરાંત વિદેશના મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ઈઝરાયલ અને ઈરાન બંનેમાં ચોવીસ કલાક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial