Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની જમાવટ શરૃઃ ૪ થી ૧૫ ઈંચ સાર્વત્રિક વરસાદના વાવડ

ગઢડામાં ૧૫, શિહોર- પાલીતાણામાં ૧૨, બોટાદ, જેશર-ઉમરાળામાં ૧૧, સાવરકુંડલામાં ૯ ઈંચ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૭: સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જામ્યુ છે અને સાર્વત્રિક વરસાદના વાવડ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ૪ થી ૧૫ ઈંચ વરસાદ પડયો છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે ચોમાસુ જામતુ હોય તેવા માહોલ સાથે વરસાદ વરસી રહયો છે. ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં ભાવનગર, બોટાદ, અમરેલી  જિલ્લામાં ચોમાસાની બોણીમાં જ મેધરાજાએ સટાસટી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઇ ગયુ છે. સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લાના ગઢડામાં ૧પ ઇંચ બોટાદ શહેરમાં ૧૧ ઇંચ, ભાવનગરના શિહોર અને પાલીતાણામાં ૧ર ઇંચ, અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં ૧૦ ઇંચ, ભાવનગરના મહુવામાં ૯ ઇંચ, અમરેલીના રાજુલામાં ૮ ઇંચ, અમરેલી અને લીલીયામાં ૭ ચોટીલા-તળાજા-ગારીયાધાર-વિંછીયામાં ૬ ઇંચ વરસાદ પડયો છે. જયારે જસદણ, સાયલા, ટંકારા, ચુડા, થાનગઢ, મુળી, જુનાગઢમાં ૪ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે. મોરબી-રાજકોટ, જુનાગઢ જિલ્લામાં મેઘરાજાના મંડાણ થતા હળવો-ભારે વરસાદ વરસ્યો છે. જયારે કચ્છમાં ૧ થી ૪ ઇંચ સુધી વરસાદ પડયો છે.

સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ સાથે હળવો, ભારે વરસાદ વરસી રહયો છે. ભારે વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને રસ્તાઓ બંધ થઇ ગયા છે અનેક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે જુદી-જુદી જગ્યાએ કાચા મકાનો પડી ગયા છે. જાનહાની થઇ નથી. પ્રથમ વરસાદે જ ભુકકા બોલી ગયા છે.

જસદણ પંથકમાં ગઈકાલે સાંજે મેઘ સવારી આવી પહોંચતા શહેર અને તાલુકામાં વહેલી સવાર સુધીમાં અંદાજે ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જસદણ શહેર ઉપરાંત તાલુકાના લીલાપુર, ગઢડીયા, શિવરાજપુર, બાખલવડ, કમળાપુર, કડુકા, કનેસરા, ગોખલાણા, આટકોટ, વીરનગર, જીવાપર, પારેવાળા, ગઢડીયા સહિતના ગામડાઓમાં આખી રાત દરમિયાન ઝરમર થી લઈને ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણ શહેરમાં આખી રાત દરમિયાન વરસાદ પડતા વહેલી સવાર સુધીમાં ૧૦૩ એમએમ એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આખી રાત વરસાદ પડતા જસદણ શહેરમાંથી પસાર થતી ભાદર નદીમાં પાણી આવતા ભાદર નદી બે કાંઠે થઈ હતી. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાણી છે. વરસાદને પગલે જસદણ શહેરના ચિતલીયા રોડ, નવા બસ સ્ટેશન વિસ્તાર,  ડીએસવીકે હાઈસ્કૂલ રોડ, લાતિ પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં આજે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદખેડા, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, સરખેજ એસ.જી. સહિતના વિસ્તારમાં કયાંક ઝરમર તો કયાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ગત ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh