Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોશિંગ્ટન તા. ૧૭: જી૭ સમિટ અધવચ્ચે છોડ્યા પછી ટ્રમ્પના નિવેદનથી સસ્પેન્સ સર્જાયુ છે, અને ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકા પણ કૂદી પડશે, તેવી અટકળો થઈ રહી છે.
કેનેડામાં આયોજીત જી-૭ સમિટને અધવચ્ચે જ અધૂરી મૂકી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પરત ફર્યા છે. ટ્રમ્પે પોતાની આ વાપસી પહેલાં જ કંઈક મોટું થવાનો સંકેત આપ્યો છે. તેમણે પોતાની વાપસીનું કારણ મધ્ય-પૂર્વમાં ચાલુ તણાવ આપ્યું છે. જેથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે હવે અમેરિકા ઈરાન વિરૂદ્ધ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
ટ્રમ્પે કેનેડામાંથી પરત વોશિંગ્ટન જતી વખતે નિવેદન આપ્યું હતું કે પ્રસંશા મેળવવાની ઈચ્છા રાખત ા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું છે કે હું કેનેડામાં જી-૭ શિખર સંમેલન છોડી પરત વોશિંગ્ટન જઈ રહ્યો છું. જેથી ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. પરંતુ તે વાત ખોટી છે. તેમને ખબર નથી કે હું શા માટે વોશિંગ્ટન પરત ફરી રહ્યો છું. પરંતુ નિશ્ચિત રૂપે સીઝફાયર માટે તો નહીં. તેનાથી પણ ક્ઈક મોટું થવાની શકયતા છે. જાણી જોઈને અથવા અજાણતા ઈમેન્યુઅલ હંમેશાં ખોટા જ નિવેદનો આપે છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં ટ્રમ્પના આ પ્રકારના નિવેદન સંકેત આપી રહ્યા છે. બંને દેશ વચ્ચે વધુ ભયાનક યુદ્ધ થશે. કારણ કે તેમણે સ્પષ્ટતા કરી છે કે બંને દેશ સીઝફાયર તો કરી રહ્યા નથી. વધુમાં અમેરિકા પણ ઈચ્છતું નથી કે બંને દેશ વચ્ચે સીઝફાયર થાય. ટ્રમ્પે ઈરાનને ઝૂકવા માટે અનેક અપીલ અને ધમકીઓ આપી છે પરંતુ ઈરાન ટસનું મસ થઈ રહ્યું નથી. અત્યાર સુધી અમેરિકાએ આ યુદ્ધમાં પોતાની દખલગીરી ન હોવાની સ્પષ્ટતા આપી છે પરંતુ ટ્રમ્પના વર્તમાન નિવેદન પરથી લાગી રહ્યું છે કે હવે આ યુદ્ધમાં અમેરિકા તટસ્થ રહેવા માગતું નથી. તે ઈરાન વિરૂદ્ધ કોઈ મોટું પગલું લઈ શકે છે.
જી-૭ સમિટમાં તમામ દેશ ઈઝરાયલને જાહેરમાં સમર્થન આપી રહ્યા છે. ઈરાન પર તણાવ ઘટાડવા પ્રેશર બનાવી રહ્યા છે. જી-૭ના સભ્યોએ ઈરાનને સલાહ આપી છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી શકે નહીં. ઈઝરાયલ સ્વરક્ષણ માટે પગલાં લેવા હકદાર છે. આ શિખર સંમેલનમાં ઈઝરાયલને જાહેરમાં સમર્થન મળી રહ્યું છે. એવામાં ઈઝરાયલ ઈરાન પર વધુ જોર સાથે હુમલાઓ કરવા સક્ષમ બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial