Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેક્સ ઓફિસરને ધક્કો માર્યાે:
જામનગર તા. ૧૭: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં ગઈકાલે જામનગર મહાનગર પાલિકાની ટેક્સ શાખાની ટીમ બાકી વેરાની વસૂલાત માટે ગઈ હતી. આ વેળાએ એક ઉદ્યોગકારે રૂ.૬ લાખ ઉપરાંતનો ટેક્સ ભરવાનો ઈન્કાર કરી ટેક્સ ઓફિસરને ધક્કો મારી સ્ટાફ સાથે ઉદ્ધતાઈ કર્યા પછી ફરજમાં રૂકાવટ કરતા તેની સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર નજીકના દરેડ જીઆઈડીસી ફેસ-રમાં ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીઆઈડીસીમાં આવેલા પ્લોટ અને શેડ અંગેના ટેક્સ ભરવા બાબતે બે વર્ષ પહેલાં ઉદ્યોગકારો અને જામનગર મહાનગર પાલિકા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા હતા.
ત્યારે જણાવવામાં આવ્યા મુજબ જીઆઈડીસી દ્વારા જે રકમ ટેક્સ પેટે ચૂકવવામાં આવે તેમાંથી ૭૫ ટકા રકમ અલગ તારવી તે રકમનો જીઆઈડીસીના વિકાસ માટે ઉપયોગ કરવાનું સ્વીકારવામાં આવ્યું હતું. તેમ છતાં ૪૦૦ ઉદ્યોગકારોએ અદાલતનો આશરો લીધો હતો અને તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે ઉદ્યોગકારોની આ પીટીશન રદ્દ કરી હતી. તે પછી ગઈકાલે જામ્યુકોના અધિકારીઓ ટેક્સની વસૂલાત માટે ફેસ-રમાં પહોંચ્યા હતા.
ત્યાં આવેલા પ્લોટ નં.૩૪૨૦ તથા ૩૪૨૧માં ઓરેન્જ ઈન્ડિયા બ્રાસ મેટલ વર્ક પ્રા.લિ. નામની પેઢીમાં જ્યારે વેરાની વસૂલાત માટે પહોંચ્યા ત્યારે આ મિલકતના ધારક મિતેશ ત્રિભોવનભાઈ ભાલોડીયાએ બાકી રહેલી ટેક્સની રકમ રૂ.૬,૯૩,૯૧૯ નહીં ભરી ટેક્સ ઓફિસર જીજ્ઞેશ નિર્મલને ધક્કો મારી દીધો હતો અને સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ફરજમાં રૂકાવટ કરી હતી. પંચકોશી બી ડિવિઝન પોલીસે જીજ્ઞેશ નિર્મલની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૨૨૧ હેઠળ મિતેશ ભાલોડીયા સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial