Advertisement
Author: નોબત સમાચાર

ભરણપોષણ પેટે રૃા.૩ લાખ ચૂકવવા પતિને કરાયો હુકમ

આજીવન ભરણપોષણ મંજૂરઃ

જામનગર તા. ૨ઃ લાલપુરના ઝાખર ગામના એક મહિલાએ પતિ પાસેથી પોતાનું તથા બે સંતાનનું ભરણપોષણ માગતી અરજી કરી હતી. આજીવન ભરણપોષણ પેટે રૃા.૩ લાખ ચૂકવી આપવા અદાલતે પતિને હુકમ કર્યાે છે.

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના યુવરાજસિંહ અજીતસિંહ ચુડાસમા સામે લાલપુરના ઝાખરમાં રહેતા તેમના પત્ની હીનાબા જશુભા જાડેજાએ પોતાનું તથા બે સંતાનનું ભરણપોષણ માગતી અરજી જામનગરની અદાલતમાં કરી હતી.

તે અરજી ચાલી જતાં અદાલતે આજીવન ભરણપોષણ પેટે રૃા.૩ લાખ ચૂકવી આપવા પતિને હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ ધર્મેશ ગોંડલીયા, રવિરાજસિંહ સોઢા, અનિતા રામવાણી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh