Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના બજેટમાં મહિલાઓ તથા વિદ્યાર્થિનીઓ માટે કરાઈ માતબર જોગવાઈ

શિક્ષણક્ષેત્રે ૫૫ હજાર કરોડ અને મહિલા બાળવિકાસ માટે ૬૮૦૦ કરોડથી વધુની ફાળવણી

ગાંધીનગર તા. ૨ઃ નાણાપ્રધાન કનુ દેસાઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલા અને બાળવિકાસ વિભાગ માટે કુલ ૬૮૮૫ કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે અન્ય કેટલીક યોજનાઓની પણ જાહેરાત કરાઈ છે.

નમો શ્રી યોજનાની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જાહેરાત, બજેટમાં જેના માટે ૭૫૦ કરોડ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, ૧૦ લાખ વિદ્યાર્થિનીઓને મળશે લાભ, જેના માટે ૧૨૫૦ કરોડ ધો.૯, ૧૦ માટે વાર્ષિક ૧૦ હજાર તેમજ ધો.૧૧ અને ૧૨ માટે ૧૫ હજારની સહાય આ યોજના હેઠળ ધો.૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ ૨૫ હજારની સહાયની જોગવાઈ કરાઈ છે.

ઘરેલું હિંસા-જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે ૬૫ સેન્ટર કાર્યરત, ૧૫ નવા સેન્ટર શરૃ થશે, પુરક પોષણ યોજના હેઠળ ૩થી ૬ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન અપાશે.

રાજ્યમાં ૨૦ હજાર આંગણવાડીને સ્માર્ટ બનાવાશે, બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરૃ પાડવા ૮૭૮ કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સર્ભા અને ધાત્રી માતાઓને ૧ હજાર દિવસ સુધી પ્રતિ માસ માટે  લાભાર્થી ૨ કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ અપાશે, વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય આપવા ૨૫૨ કરોડની જોગવાઈ, અનુ. જાતિ અને વિકસિત જાતિની ૬૧ હજાર કન્યાઓને મામેરા માટે ૭૪ કરોડની જોગવાઈ, અંત્યોદય પરિવારોની ૫૦ હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે ૧૦૦ કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએનજી-એલપીજી સહાય યોજનાના ૩૮ લાખ લાભાર્થીઓને બે વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર કરી આપવા ૫૦૦ કરોડની જોગવાઈ, આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવા માટે ૧૩૨ કરોડની જોગવાઈ, પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે ૧૨૯ કરોડની જોગવાઈ, સુરતના નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુકત મકાનના બાંધકામ માટે ૧૬ કરોડની જોગવાઈ કરાઈ છે.

તેવી જ રીતે શિક્ષણ વિભાગ માટે ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરાઈ છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા ૧૫ હજાર ઓરડાઓ બની રહ્યા છે, નવા ૪૫ હજાર સ્માર્ટ કલાસરૃમ બનાવવાનું કામ ચાલુ છે, ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે, ૧૬૨ નવી સરકારી મા. શાળાઓ શરૃ કરાશે, વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે ૨૫૦ કરોડની જોગવાઈ, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ માટે ૩૦૦૦ કરોડ રૃપિયાની જોગવાઈ, ધો.૯થી ૧૨ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે ૨૬૦ કરોડની જોગવાઈ, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે ૫૦૪ કરોડની જોગવાઈ, અનુ. જાતિ, વિકસિત જાતિના ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ૩૬૦ કરોડ, અનુ. જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાના ૧ લાખ વિદ્યાર્થીઓ માટે ૩૩૫ કરોડની જોગવાઈ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh