Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ગૃહિણીઓને રૃા.૪૫૦માં ગેસની બોટલ આપો'ના સૂત્રો સાથે
ગાંધીનગર તા. ૨ઃ આજે નાણામંત્રી ગૃહમાં બજેટ રજૂ કરે તે પહેલા કોંગ્રેસના નેતાઓને વિધાનસભાની બહાર દેખાવો યોજ્યા હતા. કોંગ્રેસના ૧૫ પૈકીના ૧૩ ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બેનર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવો કર્યા હતા. અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ તેમની સાથે છે. ગેસ સિલિન્ડરના ભાવ અને મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, રાજ્ય સરકારનું બજેટ ૪૫૦ રૃપિયે સિલિન્ડર માગે છે. રાજસ્થાનમાં ૪૫૦ રૃપિયા હોય તો ગુજરાતમાં કેમ નહી. આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીજ્ઞેશ મેવાણી હાજર નથી તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.
બીજી તરફ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પીએમ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો સંકલ્પ રજૂ કર્યાે છે. આ સંકલ્પને અનુરૃપ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ગુજરાત ૨૦૪૭ સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે. આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જોગવાઈ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial