Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ ભારતનું અગ્રણી લકઝરી કાર ડીલરશીપ નેટવર્ક ગ્રુપ લેન્ડમાર્ક, તેની પ્રીમિયમ પ્રોડકટ ઓફરિંગ અને ગ્રાહકોને સ્પેશિયલ ઓટોમોટિવ અનુભવો પ્રદાન કરીને જામનગરમાં મોબિલિટીના રોમાંચક અનુભવમાં વૃદ્ધિ કરે છે. આ પ્રદેશમાં તેની શરૃઆત બાદ, ફોકસવેગન જામનગર એકાવન કારની સફળતાપૂર્વક ડિલિવરી કરી છે. આ ક્ષેત્રમાં પ્રીમિયમ જર્મન-એન્જિનિયર્ડ મોબિલિટી ઓફરને વધારતા ફોકસવેગન જામનગરે, જામનગરના એક નોંધપાત્ર અને પ્રતિષ્ઠિત પરિવારને છ ફોકસવેગન વીર્ટન કાર ડિલિવરી કરી છે. આ ડિલિવરી ગ્રુપ લેન્ડમાર્કની ફોકસવેગન ડિલરશિપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી વિશેષ સેવાઓ સાથે બ્રાન્ડ ફોકસવેગનમાં ગ્રાહકનો વિશ્વાસ સ્થાપિત કરે છે. ફોકસવેગન બ્રાન્ડ તેની વૈશ્વિક બેસ્ટ સેલર અને પ્રીમિયમ એસયુવી, ફોકસવેગન ટીંગન સાથે પ સ્ટાર જીએનસીએપી રેટેડ પ્રોડકટ પોર્ટફોલિયો ઓફર કરે છે જેમાં ટાઈગન અને વિરતુસ સાથે પુખ્ત વયના લોકોની અને બાળકોની સુરક્ષાનો સમાવેશ થાય છે.
ગ્રુપ લેન્ડમાર્કના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી ગરિમા મિશ્રાખે જણાવ્યું હતું કે, અમે જામનગર સુધી અમારી હાજરી વિસ્તારવા સાથે આ વાઈબ્રન્ટ શહેરમાં ફોકસવેગનની વિશેષ પ્રીમિયમ અને સુરક્ષિત કાર તથા સર્વિસ લાવીને ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ગ્રુપ લેન્ડમાર્ક માટે એક નવું પ્રકરણ ચિન્હન કરે છે અને અમે જામનગરના રહેવાસીઓ માટે ઓટોમોટિવ અનુભવને સમૃદ્ધ બનાવવા માટે તત્પર છીએ.
ગ્રુપ લેન્ડમાર્ક એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી આર્યમન ઠક્કરે ઉમેર્યુ હતું કે ફોકસવેગન જામનગરની રજુઆત સાથે અમે આ પ્રદેશમાં પ૧ યુનિટની ડિલિવરી કરી છે. જામનગરમાં ગ્રુપ લેન્ડમાર્કની ફોકસવેગન ડીલરશીપ દ્વારા મજબૂત શરૃઆતનો સંકેત, એ વાસ્તવમાં મૂલ્યવાન ગ્રાહકોને તેની શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટેનું સમર્પણ દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial