Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના મેહુલ પુરોહિતનું ભુજમાં પોસ્ટીંગ
ખંભાળીયા તા. રઃ તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરક કચેરી દ્વારા વીસ કોલેજોમાં સંસ્કૃત વિષયના મદદનીશ પ્રોફેસર પ૭૭૦૦-૧૮ર,૪૦૦ ના પગાર ધોરણમાં વીસ વ્યક્તિઓની નિયુક્તિ થઈ છે. જેમાં દ્વારકા જિલ્લાના ચાર વ્યક્તિનો વીસમાંથી છે. ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામના દિલીપભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદીને ભાણવડની સરકારી કોલેજમાં, દ્વારકાના ખતુંબા જેવા નાનકડા ગામના રાજેશ ગોવિંદભાઈ ઠાકરને એમ.પી.શાહ કોલેજ, સુરેન્દ્રનગર, રામનગર ખંભાળીયામાં રહેતા ડો. નિલમબેન સુરેન્દ્રપ્રસાદ રાવલને સરકારી કોલેજ ઓખા મંડળમાં તથા મેહુલભાઈ નટુભાઈ પુરોહિતને આર.આર. લાલન કોલેજ ભુજમાં મુકાયા છે. ખંભાળીયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે કામ કરતા મેહુલ પુરોહિત દ્વારા છાત્રોને સંસ્કૃતનું ઉત્કૃષ્ટ શિક્ષણ આપીને તેમને અઘરી ગણાતી સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા કરી દીધા હતા તેઓએ જીપીએસસીની પરીક્ષા પાસ કરતા તેમની ભુજ કોલેજમાં નિમણૂક થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial