Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજસ્થાનથી દારૂ લઈને આવેલા ડ્રાઈવરની ધરપકડઃ સપ્લાયરનું નામ ખૂલ્યુંઃ કુલ ₹ ૮૮ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ
દ્વારકા/ખંભાળિયા તા. ૨ઃ ભાટિયાથી દ્વારકા વચ્ચે આવેલી આરએસપીએલ કંપની નજીકની એક હોટલના પાર્કિંગમાં ગઈરાત્રે પાર્ક થયેલા ટ્રકમાં દારૂનો ગંજાવર જથ્થો હોવાની બાતમી પરથી ત્રાટકેલી એલસીબીએ તે ટ્રકમાંથી ૧૩૨૭૨ બોટલ ભરેલી દારૂની ૧૧૦૬ પેટી કબજે કરી છે. તે જથ્થા સાથે ઝડપાયેલા ડ્રાઈવરે સપ્લાયરનું નામ આપ્યું છે. એલસીબીએ દારૂ, ટ્રક તથા જેની પાછળ દારૂ છૂપાવાયો હતો તે પશુ આહારના ૧૦૦ બાચકા મળી ₹ ૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા ઘડી ડિટર્જન્ટના કારખાના પાસે એક ટ્રક પડ્યો હોવાની અને તે ટ્રકમાં છૂપાવીને અંગ્રેજી શરાબનો જથ્થો દ્વારકા શહેરમાં ઘૂસાડવાની તજવીજ થતી હોવાની બાતમી દ્વારકા એલસીબીના સજુભા, જેસલસિંહ, સહદેવસિંહને મળતા ગઈરાત્રે ઈન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિની સુચનાથી એલસીબી સ્ટાફે પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ આરએસપીએલ કંપની પાસે ગાત્રાળ હોટલ નજીક તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન હોટલના કમ્પાઉન્ડમાં પડેલા જીજે-૩૭-ટી ૫૩૭૬ નંબરના ટ્રકની તલાશી લેવાતા તે ટ્રકમાં પશુઓને આહાર માટે આપવાના થતાં ચારાના બાચકા જોવા મળ્યા હતા. તે બાચકા હટાવીને એલસીબી ટીમે ટ્રકની તલાશી લેતાં તેની પાછળ સંતાડીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૧૦૬ પેટી મળી આવી હતી.
ચોંકી ઉઠેલી એલસીબી ટીમે તે બોક્સ ખોલાવીને જોતા તેમાંથી શરાબની ૧૩૨૭૨ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે ટ્રકના ડ્રાઈવર રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના કૈલાશ મોહનલાલ બિશ્નોઈ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે ઉપરોક્ત જથ્થો રાજસ્થાનના સાંચોર ગામના ગોપાલ નામના શખ્સે મોકલાવ્યો હોવાની કબૂલાત કરી છે. એલસીબીએ ₹ ૫,૩૦,૮૮૦૦ ની કિંમતનો દારૃનો જથ્થો, રૃા.૩૫ લાખનો ટ્રક અને પશુ આહારના ₹ ૧૦ હજારના ૧૦૦ બાચકા મળી કુલ ₹ ૮૮,૨૯,૯૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. કૈલાશ બિશ્નોઈની ઘનિષ્ઠ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એલસીબીના પીએસઆઈ એ.એલ. બારસીયા, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, પીએસઆઈ એસ.એસ. ચૌહાણ અને એલસીબી ટીમ સાથે રહી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial