Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન્સ્ટાગ્રામ પર મૂકાયા પછી મેનેજમેન્ટ ટીમની પુષ્ટિ
મુંબઈ તા. રઃ હાલમાં જ અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર પૂનમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યા છે. પૂનમના આકસ્મિક મૃત્યુના સમાચાર સૌને ચોંકાવી દીધા છે.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'આજની સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઈકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. તેમના સંપર્કમાં આવતા દરેક જીવંત સ્વરૃપને શુદ્ધ પ્રેમ અને દયા પ્રાપ્ત થઈ. દુઃખના આ સમયમાં અમે ગોપનીયતાની વિનંતી કરીશું અમે શેયર કરેલી દરેક વસ્તુ માટે અમે તેને પ્રેમથી યાદ કરીશું.
પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ઘણાં યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ મજાક છે. શું પૂનમની ટીમ કોઈ પ્રોજેકટને પ્રમોટ કરવા માટે આ ટ્રિક અજમાવી રહી છે ? શું તે સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે. અથવા તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. ? પરંતુ આ સાથે જ પૂનમ પાંડેની મેનેજમેન્ટ ટીમે કહ્યું, પૂનમ થોડા સમય પહેલા કેન્સરથી પીડિત મળી આવી હતી. આ છેલ્લા સ્ટેજનું કેન્સર હતું તે યુપીમાં તેના વતન હતી અને ત્યાંથી સારવાર લઈ રહી હતી. તેમના અંતિમ સંસકાર પણ ત્યાં જ થશે. અમને આ અંગે વધુ વિગતો મળવાની બાકી છે મેનેજર નિકિતા શર્માએ પોતે આ હૃદયદ્રાવક સમાચારની જાહેરાત કરી હતી. તેણે કહ્યું., 'પૂનમ પાંડે માત્ર ઈન્ડસ્ટ્રીની ચમકતી સ્ટાર જ નહોતી, પરંતુ તે લોકો માટે તાકાત અને સહનશક્તિનું ઉદાહરણ પણ હતી. તેમની બગડતી તબિયત છતાં તેમની હિંમતની સૌએ પ્રશંસા કરી હતી. અમે તેમના મૃત્યુ વિશે વિચારી રહ્યા છીએ. પરંતુ સાથે સાથે અમે એ યાદ રાખવા માંગીએ છીએ કે સર્વાઈકલ કેન્સર કેટલી મોટી સમસ્યા છે અને તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial