Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાંથી છુટા પડ્યા પછી રાજ્યનો રસપ્રદ ઈતિહાસ
ગાંધીનગર તા. રઃ મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો.
ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં ર૦ર૪-રપ નું બજેટ રજૂ કરશે. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટુ પડ્યા બાદ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જો કે તે સમયે બજેટનું કદ ૧૧પ કરોડ રૃપિયા હતું.
ગુજરાતનું પ્રથમ બજેટ ડો. જીવરાજ મહેતાએ રજુ કર્યું હતું. એ વખતે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ તેમની પાસે હતો. તા. રર ઓગષ્ટ ૧૯૬૦ ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદમાંથી પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. આમ તો નાણાકીય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૃ થતું હોય છે. પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ રર ઓગસ્ટ ૧૯૬૦ ના રજૂ થયું હતું. જેનું કારણ એ હતું કે ૧ લી મેના ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. જેના કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગષ્ટ માસમાં રજૂ કરાયું હતું.
ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૃપિયા ૧૧પ કરોડનું હતું. જેમાં મહેસુલી આવક પ૪ કરોડ રપ લાખ હતી અને ખર્ચ પ૮ કરોડ ૧ર લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૃપિયા ૩ કરોડ ૮૭ લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો. ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું કદ અનેક ગણું વધતું ગયું. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સતત ૧૮મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું. તો વળી વજુભાઈ વાળાએ મોદી શાસનમાં ૧૧ મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial