Advertisement
Author: નોબત સમાચાર

નાળિયેરીવાળી જમીનના બીનખેતીના હુકમને રદ કરવા મુદ્દે માહિતી આપવામાં ગલ્લા-તલ્લા...

જામનગરમાં ચર્ચાસ્પદ બનેલા

જામનગર તા. રઃ જામનગરમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલા નાળિયેરીવાળી જમીનના બીનખેતી કરવાના હુકમ-પ્રકરણ મુદ્દે જામનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય અને જાગૃત નાગરિક નિતિનભાઈ માડમે જિલ્લા કલેકટર કચેરીમાં માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી આપવા કરેલી અરજીઓનો કોઈ પ્રત્યુતર સંબધિત વિભાગમાંથી મળ્યો નથી. આથી તેમણે વડાપ્રધાન સમક્ષ તથા મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરવાની ચીમકી આપી છે.

જામનગર જિલ્લા કલેકટરને જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કરેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે તા. ર૪-૮-ર૩ ના માહિતી અધિકાર મુજબ નાળિયેરીવાળી જમીન બાબત લાખાબાવળ, કનસુમરા અને નાઘેડીની માહિતી માંગી હતી. ત્યારપછી યોગ્ય જવાબ ન મળતાં પ્રથમ અપીલ અધિકારી, પ્રાંત અધિકારી, જામનગર ગ્રામ્ય પાસેથી પણ સંતોષકારક જવાબ ન મળતાં માહિતી આયોગ, ગુજરાતમાં બીજી અપીલ દાખલ કરવામાં આવી હતી. આ અંગે નં. ૧૧૧૮૯-ર૩ થી દાખલ કરેલ હોય. તા.ર૯-૧ર-ર૩ ના આપના પાસે આ અંગે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું. તેમ છતાં પણ કોઈ પ્રત્યુતર ન મળતા તા.ર-૧ર-ર૩ ના વધુ એક પત્ર લખી નાળિયેરી વાળી જમીન બીનખેતીનો હુકમ સ્થગિત કરવા રજુઆત કરી હતી. કોળ કાર્યવાહી કરેલ ન હોય તા.૧ર-૧ર-ર૩ ના પત્રમાંથી બીનખેતી હુકમ નં. ૯૪/૧૦/૦૩/૦૪પ/ર૦રર, તા. ર૧-૩-રર થી અરજદાર જસ્મીન જમનભાઈ ફળદુના નામે રે.સ.નં. ૧૬૦(નવા રે.સ.નં.૩ર૧) વાળી જમીન બીનખેતીમાં ફેરવી આપેલ, જે હુકમને રદ કરવા માટે પત્ર લખેલ હોય આ અંગે પણ પ્રત્યુતર ન મળતા આ પત્ર લખવા મજબુર થયો. તેમ છતાં આજદિન સુધી એટલે કે તા. ૧-ર-ર૪ સુધી કોઈપણ કાર્યવાહી કરવાની જાણકારી અરજદારને પ્રાપ્ત થયેલ ન હોય જિલ્લા સ્વાગત ફરિયાદ કાર્યક્રમ મુજબ ફરિયાદ દાખલ કરી અને આ અંગે અત્યાર સુધીમાં જે કંઈપણ કાર્યવાહી કરવામાં આવેલ હોય તેની વિગતો આપવા રજુઆત કરવામાં આવી છે.

નિયત સમય મર્યાદામાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડાપ્રધાનને આ અંગે રજુઆત કરવા તથા રાજ્ય સરકારના મુખ્યમંત્રીના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh