Advertisement
Author: નોબત સમાચાર

પાકિસ્તાનના પુનઃ થશે ટૂકડા ? મુનીરની મહત્વાકાંક્ષા કે મુર્ખાઈ? ઈરાન-અફઘાનિસ્તાન સાથે પણ દુશ્મનાવટ?

બલુચિસ્તાનમાં વિદ્રોહઃ પીઓકેમાં વિરોધ-પ્રદર્શનો

નવી દિલ્હી તા. રઃ ભારતની પડોશમાં જે કાંઈ બની રહ્યું છે, તેને લઈને હવે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાયુ છે. બલુચિસ્તાનમાં આઝાદીની માંગ સાથે એક લડાયક આર્મી જ ઉભી થઈ છે અને પાકિસ્તાનની સેનાને હંફાવી રહી છે, તો બીજી તરફ અમેરિકાની મૂલાકાત પછી પાકિસ્તાનના આર્મી ચીફની હેકડી વધી ગઈ હોય તેમ જણાય છે.

પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિફે ભારત ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન વિરૃદ્ધ પણ ઝેર ઓકયુ છે. એક કાર્યક્રમ દરમિયાન એક સ્ટુડન્ટે પુછેલા પ્રશ્નના જવાબમાં મુનિરે જણાવ્યું કે તહરીક-એ-તાલીબાનના પાકિસ્તાન પર થતાં હૂમલા નહીં અટકે તો પાકિસ્તાન તેને મીટાવી દેશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં પનપતા આ તાલીબાનીઓ એ ભૂલી ગયા છે કે પ૦ લાખ આફઘાનિસ્તાનીઓને પાકિસ્તાને પ૦ વર્ષ સુધી ભોજન આપ્યું હતું, એ પણ એવા સમયે જ્યારે તેઓને ખાવાના પણ સાંસા હતા !

હકીકતે ઈરાને પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક કર્યા પછી ઈરાન અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. બીજી તરફ તહરીક-એ-તાલીબાનને અફઘાનિસ્તાનની તાલિબાની સરકારનું સમર્થન હોવાના કારણે પાકિસ્તાનના સંબંધો હવે અફઘાનિસ્તાન, ઈરાન અને ભારત એમ ત્રણેય પડોશી દેશો સાથે વણસી ગયા છે. બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે ઝુલતુ પાકિસ્તાન એ બન્ને દેશોની કઠપૂતળી જ બનતું રહ્યું હોવાનો ઈતિહાસ છે.

તમામ ઘટનાક્રમો તથા પી.ઓ.કે. તથા બલુચિસ્તાનમાં પાક. સરકાર વિરોધી આંદોલનો હવે સ્વાતંત્ર્ય ચળવળમાં બદલાઈ રહ્યા છે અને ભારત સાથે જોડાવાની ઈચ્છા ખૂલ્લેઆમ વ્યકત થઈ રહી છે, તે જોતા પાકિસ્તાનના આપોઆપ ટૂકડા થઈ જશે તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh