Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તા. રર મી ફેબ્રુઆરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

જિલ્લા કલેકટર કચેરીને અરજી અંગે તાકીદઃ

જામનગર તા. ૨ઃ ગુજરાતના મુખ્યમંત્રી તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો મટો લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કર્યું છે. જે અંતર્ગત દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૃવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. રર ફેબ્રુઆરીના યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો-અરજી આગામી તા. ૧૦ ફેબ્રુઆરી સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૃ સેકશન રોડ, મોકલી આપવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ મળેલા પ્રશ્નો-અરજીઓ ઉકત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. તેમ અધિક નિવાસી કલેકટર બી.એન.ખેરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh