Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોક્સાઈટના વેપારીને ઠગી લેવાયા હતાઃ
જામનગર તા. ૨ઃ જામનગરના બોક્સાઈટના વેપારીને વોટ્સએપ પર મેસેજ કરી તેમની સાથે વ્યવસાય કરવાની લાલચ બતાવી ૧૬ શખ્સે ૧ કરોડ ૩૫ લાખ ૭૫ હજારની રકમ ગુપચાવી લીધી હતી. તે ગુન્હામાં ઝડપાયેલા પાંચ આરોપી પૈકીના એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.
જામનરના મનોજ ધનવંત રાય શાહ નામના બોક્સાઈટના વ્યાપારીને વોટ્સએપ પર મેસેજ કરી બિઝનેસ માટે મધલાળ બતાવી વિશ્વાસમાં લેવાયા પછી નાસિકની એમ.બી. શર્મા એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં મટીરીયલ મળશે તેમ જણાવી એક મોબાઈલ નંબર અપાયા હતા.
ત્યારપછી આ આસામીને મટીરીયલનું સેમ્પલ લેવડાવી ખોટો પરચેસ વગર મોકલાવાયો હતો અને ૫૦ ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું કહી મુંબઈ તથા દિલ્હીના શખ્સોએ અલગ અલગ બેંક ખાતા નંબર આપી વિશ્વાસ મજબૂત રીતે કેળવી લીધો હતો અને તેના પગલે મનોજભાઈએ તે ખાતાઓમાં રૃા.૧,૩૩,૨૫,૦૦૦ જમા કરાવ્યા હતા. તે પછી પણ ૨૫ લાખ બીજા જમા કરાવાયા હતા. આમ, મનોજભાઈ પાસેથી રૃા.૧ કરોડ ૩૫ લાખ ૭૫ હજાર મેળવી લઈ છેતરપિંડી કરાઈ હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી હતી અને ૧૬ શખ્સના સગડ મેળવ્યા હતા. જેમાંથી મુંબઈના પનવેલમાં રહેતા મહંમદહુસેન તુકારામ શેખ ઉર્ફે શિવાજી તુકારામ બેનગુડે સહિતના પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી પૈકીના મહંમદ હુસેન શેખે જામીનમુક્ત થવા કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે એડી. પીપી પિયુષ પરમાર તથા મૂળ ફરિયાદીના વકીલ મનોજ અનડકટ, રાજેશ અનડકટે કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે આ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial