Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યામાં રાજ્ય સરકારે યાત્રી ભવન માટે જમીન મેળવી
ગાંધીનગર તા. રઃ આજે ગુજરાતનું ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના બજેટમાં અયોધ્યાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અયોધ્યામાં ગુજરાતી યાત્રી ભવન બનાવવા માટેની જમીન મેળવી લેવામાં આવી છે. આ સાથે બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું કે ગુજરાત યાત્રી નિવાસ માટે ૧૦ કરોડની જોગવાઇ કરી છે. જેનાથી અનેક ગુજરાતી પ્રવાસીઓને મોટો ફાયદો થશે.
રામમંદિરના ઉદ્ઘાટન બાદ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે દેશભર માંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. અયોધ્યા પહોંચવા માટે એર કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં નાગરિક ઉડ્યન મંત્રાલય શ્રદ્ધાળુઓ માટે આ ૧ ફેબ્રુઆરીથી ૮ નવા ફલાઈટ રૂટ શરૂ કરવામાં આવ્યાં છે. નવા ફલાઇટ રૂટ અયોધ્યાને દિલ્હી, ચેન્નાઈ અમદાવાદ, જયપુર, પટના, દરભંગા, મુંબઇ અને બેંગલુરુ સાથે જોડશે.
હાલમાં અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ આઈઆરસિટીસી વેબ સાઇટ/એપ (https://www.irctc.co.in) અથવા બસ માટેનું ગ્રૂપ બુકિંગ કરાવી શકશો. મુસાકરોની સંખ્યા વધશો તો જીએસઆરટીસી (ગુજરાત એસ.ટી.) દ્વારા પણ બસ દોડાવા અંગે વિચારણા ચાલી રહી છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું કે, અયોધ્યા જતા યાત્રિકોને સબસીડી આપવામાં આવશે. જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓમાં રામચંદ્રનો દર્શન કરવાનો ભારે ઉત્સાહ છે. તે માટે સરકાર વિવિધ અલગ અલગ વ્યવસ્થાઓ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial