Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના યુવાને વીડિયો બનાવ્યા પછી અકળ કારણથી ખાઈ લીધો ગળાફાંસો

ધ્રોલના હજામચોરામાં યુવકનો ગળાટૂંપોઃ

જામનગર તા. ૨ઃ જામનગરના સિક્કામાં વસવાટ કરતા એક વાઘેર યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. આ યુવાને આત્મહત્યા કરતા પહેલાં તેનો વીડિયો બનાવી વાયરલ કર્યાે હતો. જ્યારે ધ્રોલના હજામચોરા ગામમાં માનસિક બીમારીથી પીડાતા એક યુવાને ગળાટૂંપો ખાઈ લીધો હતો. પોલીસે બંને બનાવની તપાસ શરૃ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં શ્રીજી સોસાયટીમાં વસવાટ કરતા હમજાભાઈ જાકુબભાઈ સંઘાર નામના ૧૯ વર્ષના યુવકે ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને અગમ્ય કારણે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો હતો. ફાંસો ખાધા પહેલાં તેનો વીડિયો બનાવી વાયરલ કર્યાે હતો. બનાવ અંગે સુલેમાન જાકુબભાઈ સંઘારે પોલીસને જાણ કરી છે. સિક્કાના જમાદાર ડી.એલ. કંચવાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં વસવાટ કરતા અને સેવાપૂજાનું કામ કરતા ચતુરગર મૈયાગર ગોસાઈ નામના વૃદ્ધના ત્રેવીસ વર્ષના પુત્ર કુલદીપે ગઈકાલે બપોરે પોતાના ઘરમાં હુંકમાં વાયર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં આ યુવકને નીચે ઉતારી જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી તેને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો. પોલીસે પિતા ચતુરગરનું નિેવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્રને માનસિક તકલીફ હતી અને છેલ્લા પાંચેક દિવસથી કુલદીપ કોઈ કારણથી ગુમસુમ રહેતો હતો. તે દરમિયાન ગઈકાલે તેણે ગળાફાંસો ખાધો છે. પોલીસે તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh