Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જનરક્ષક યોજના હેઠળ ઈમરજન્સી નંબર ૧૧૨ જાહેર કરાયો
ગૃહવિભાગ માટે ₹ ૧૦૩૭૮ કરોડની ફાળવણી
નમો લક્ષ્મી યોજનાની જાહેરાતઃ ₹ ૧૨૫૦ કરોડની જોગવાઈ.
શિક્ષણ વિભાગ માટે ₹ ૫૫૧૧ કરોડની ફાળવણી
આરોગ્ય-પરિવાર વિભાગ માટે ₹ ૨૦,૧૦૦ કરોડની ફાળવણી
મહિલા અને બાળ વિકાસ માટે ₹ ૬૮૮૫ કરોડ
કૃષિ અને સહકાર માટે ₹ ૨૨,૧૯૪ કરોડ
આદિજાતિ વિકાસ માટે ₹ ૪૩૭૪ કરોડ
નમોશ્રી યોજના માટે ₹ ૭૫૦ કરોડ
મુખ્ય મુદ્દાઓ
ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ
નવા કોઈ કરવેરા નહીં. જનતાને રાહત
ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે.
જનરક્ષક યોજના હેઠળ એક જ ઈમરજન્સી નંબર ૧૧૨ જાહેર કરાયો છે જેના દ્વારા જનરક્ષક યોજના હેઠળ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાયું છે અને એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ, પોલીસ વિગેરેની કેન્દ્રીયકૃત સેવાઓ મેળવી શકાશે.
અમદાવાદમાં વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.
મોટા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે.
ટ્રાફિક વ્યવસ્થા માટે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં નવી ભરતી કરાશે.
નારી યુવા ખેડૂતોને પ્રાધાન્ય અપાયુ છે.
ગુજરાત ગ્લોબલ હબ બનાવવાનું ધ્યેય
બજેટ પાંચ ભાગોમાં વહેંચાયેલું છે
નાણામંત્રી બ્લેક એન્ડ ગોલ્ડ બ્રિફકેસમાં બજેટ લાવ્યા હતાં.
વિપક્ષનો વિરોધ
કોંગ્રેસે બજેટના વિરોધમાં દેખાવો કર્યા હતાં
શૈલેષ પરમારે બજેટ પહેલા કહ્યું હતું કે ગુજરાતની પ્રજાઓ ભાજપને ૧૫૬ બેઠકો આપી છે પરંતુ મધ્યમવર્ગના બજેટ ખોરવાઈ ગયા છે ત્યારે પ્રજાની ઘણી અપેક્ષાઓ છે.