Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બહુમતી પુરવાર કરવા દસ દિવસની મુદ્દત
રાંચી તા. ૨ઃ ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેને શપથ લીધા છે, તેને બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલે ૧૦ દિવસનો સમય આપ્યો છે.
આજે ચંપાઈ સોરેને ઝારખંડના ૧૨મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ દરમ્યાન બે નવા મંત્રીએ પણ શપથ લીધા છે. કોંગ્રેસ પાર્ટીના એક મંત્રી અને આરજેડી ક્વોટાના એક મંત્રીને સામેલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યપાલે રાજભવનમાં શપથ લેવડાવ્યા ત્યારે પ્રારંભમાં રાજભવનમાં શપથગ્રહણ પહેલા રાષ્ટ્રગીત શરૃ થયું. ત્યારબાદ આગળની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. સૌપ્રથમ ચંપાઈ સોરેન (૬૫ વર્ષ)ને મુખ્યમંત્રી પદના શપથ માટે બોલાવવામાં આવ્યા હતાં. રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતાં. ત્યારપછી રાજ્યપાલે નવા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં. ચંપાઈ સોરેને પ્રથમ વખત ૧૯૯૧માં સરાઈકેલાથી પેટા ચૂંટણી જીતી હતી. તેઓ સાત વખત ધારાસભ્ય પદે રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial