Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૭ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો જનરક્ષક યોજના, વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય સહિતની અનેક યોજનાઓની જાહેરાતો
ગાંધીનગર તા. ૨ઃ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રૃા.૩.૩૨ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે અને વિવિધ નવી યોજનાઓની જાહેરાત પણ કરી છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે આજે નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. સતત ત્રીજી વખત બજેટ રજૂ કરતા નાણામંત્રીએ બજેટમાં ૭ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ સાતમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક યોજનાની જાહેરાત કરી છે. આ બજેટ ઐતિહાસિક ગણાવાયું છે અને. ૩,૩૨,૪૬૫ કરોડનું બજેટ છે.
આ વખતે બજેટમાં શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે ૨૧૬૯૬ કરોડની જોગવાઈ કરી દેવાઈ છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગ માટે ૨૨૧૬૩ કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગ માટે ૩૮૫૮ કરોડની જોગવાઈ કરાઈ છે.
તેની સાથે જળસંપતિ વિભાગ માટે ૧૧૫૩૫ કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત નાણામંત્રીએ યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે ૧૨૨ કરોડની જોગવાઈ કરી છે. જ્યારે પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ માટે ૧૨૧૩૮ કરોડની જાહેરાત કરી હતી. બીજી બાજુ શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે ૨૧૬૯૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નાણામંત્રીએ વિધાન-સભામાં બજેટમાં આ વખતે ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૨૧૯૪ કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે ૭૦૧ કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે ૩૫૦ કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે ૮૧ કરોડની જોગવાઈ કરાઈ છે.
શિક્ષણક્ષેત્રે રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતાં નાણામંત્રીએ કહ્યું કે ૨૧મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન ટેકનોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર રુપિયા અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર રુપિયા મળી કુલ ૨૫ હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.
આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂપિયા ૫૫,૧૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી જણાવ્યુ કે,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા ૧૫ હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા ૪૫ હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. ૧૬૨ નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે ૩૦૦૦ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૨ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે ૨૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.'
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. જે અંતર્ગત ધોરણ ૯ અને ધોરણ ૧૦ના વિદ્યાર્થિનીઓને ૧૦ હજારની સહાય અપાશે. ધો. ૧૧ અને ૧૨ના વિદ્યાર્થિનીઓને ૧૫ હજારની સહાય અપાશે. ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર ૫૦ હજારની સહાય અપાશે. રાજ્યના ૧૦ લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.
પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ૧૦ લાખ વિદ્યાર્થીઓ માટે ૫૦૪ કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ૩૬૦ કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે ૩૩૫ કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ ૧.૫૦ લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા ૮૪ કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા ૬૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી.
શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઈ.ટી. અને સંલગ્ન તકનીકો મહત્ત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-૧૧માં ૧૦ હજાર રુપિયા અને ધોરણ-૧૨ માં ૧૫ હજાર રુપિયા મળી કુલ ૨૫ હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વ જ્ઞિાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક ૨ લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ૪૦૦ કરોડ રુપિયાનો ખર્ચ થશે.
પૂરક પોષણ યોજના અંતર્ગત ૩થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ૮૭૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે ૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial