Advertisement
Author: નોબત સમાચાર

ઝાખર પાસે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા શખ્સની અટકઃ અન્ય એકનું નામ ખૂલ્યું

ટેન્કર સહિત રૃા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા. ૨ઃ જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ઝાખર ગામના પાટિયા પાસે એક હોટલના પાછળના ભાગમાં ડીઝલ-પેટ્રોલ ભરેલું ટેન્કર રાખી તેમાંથી ઈંધણની ડોલ ભરતા રાજસ્થાનના એક શખ્સને મેઘપર પોલીસે પકડી પાડ્યો છે. ટેન્કર, મોબાઈલ સાથે રૃા.૩૦ લાખના મુદ્દામાલ સહિત આ શખ્સની અટકાયત કરાઈ છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ઝાખર ગામ પાસે એક હોટલના પાર્કિંગમાં ડીઝલ અને પેટ્રોલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લેવામાં આવતા હોવાની બાતમી મેઘપર પોલીસ સ્ટેશનના બી.બી. જાડેજા, જશપાલસિંહ તથા કુલદીપસિંહને મળતા પીએસઆઈ બી.બી. કોડીયાતર તથા સ્ટાફે દોડી ગયા હતા.

ત્યાં આવેલી મહાદેવ હોટલ પાછળ રાખવામાં આવેલા એક ટેન્કરમાંથી ભરી લેવામાં આવેલી બે ડોલ તથા પેટ્રોલ અને ડીઝલ ભરેલા ટેન્કર સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો કોસડીયા ગામનો દલારામ લુંભારામ જાટ નામનો શખ્સ મળી આવ્યો હતો.

આ શખ્સની અટકાયત સાથે પૂછપરછ કરાતા તેણે પોતાના સાગરિત બાડમેર જિલ્લાના જયસાર નામના જેઠારામ ગોમારામ કડોસરા સાથે મળી આવી રીતે ચોરી કરેલું પેટ્રોલ-ડીઝલ વેચવા માટે આવતો હોવાની કબૂલાત કરી છે. આ શખ્સની અટકાયત કરી પોલીસે રૃા.૩૦,૧૦,૭૩૭ની કિંમતનું ટેન્કર, એક મોબાઈલ કબજે કર્યાે છે. બંને શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૮૫ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh