Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકાના કલેકટર પદેથી પ્રમોશન સાથે
ખંભાળીયા તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માને સ્થાને બે દિવસ પહેલા મોરબી કલેકટર જી.ટી. પંડ્યાની નિમણૂક કરાઈ હતી જે પછી ગઈકાલે સાંજે ૧૧ આઈએએસની બઢતી તથા બદલી પ્રમોશનના હુકમમાં અશોક શર્માને ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ એસ.ટી.માં વાઈસ ચેરમેન પદે નિયૂક્તિ કરવાનો હુકમ થયો છે.
ઉલ્લેખનિય છે કે, ખંભાળીયામાં દ્વારકા જિલ્લાના નવ માસના સમયગાળામાં તેમણે પારદર્શક વહીવટ ચલાવ્યો હતો તથા અગાઉ પોરબંદર જિલ્લા કલેકટર તથા સોમનાથ મંદિરની કાયાપલટમાં તેમણે વહીવટદાર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એમ કહેવાય છે કે, થોડા સમય પહેલા બીપોરજોય વાવાઝોડું આવેલું ત્યારે દ્વારકામાં ખાસ મુકાયેલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માનું સફળ આયોજન અને કાબેલીયત જોઈ હતી અને હાલ તેઓ એસ.ટી. નિગમને સફળ કરવા ખૂબ પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે અશોક શર્માને આ મહત્ત્વના વિભાગમાં ખૂબ મહત્ત્વની જગ્યા પર મૂકયા છે !!!
એસ.ટી. વિભાગ જેવા લોકો સાથે સતત સંકળાયેલા વિભાગમાં હવે અશોક શર્માની કાબેલીયતનો 'ટચ' લાગશે!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial