Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર કોંગ્રેસ મહામંત્રીનો પ્રતિભાવઃ
જામનગર તા. રઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્વે રજુ કરાયેલા વચગાળાના અંદાજપત્ર નિરાશાજનક હોવાનો પ્રતિભાવ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ વ્યકત કર્યો છે.
આ વચગાળાના બજેટમાં ઈન્કમટેકસ સ્લેબમાં કોઈ ફેરફાર કરેલ નથી. જેથી મધ્યમ વર્ગના કરદાતાઓને કોઈ લાભ થયો નથી. બીજું મોંઘવારીને કાબુમાં લેવા માટે કોઈ નક્કર જોગવાઈઓ કરેલ નથી. બજેટ પૂર્વે જ એલપીજીના ભાવમાં રૃા. ૧૪ જેટલો વધારો કરવામાં આવેલ છે. જામનગરની જિવાદોરી સમાન બ્રાસપાર્ટ ઉદ્યોગને બજેટમાં રાહત આપવામાં આવી નથી. બ્રાસપાર્ટસ ઉપર ૧૮ ટકા જેવો જીએસટી ઘટાડીને પ ટકા જીએસટીની માંગણી સ્વીકારવામાં આવી નથી. તેથી બ્રાસ ઉદ્યોગકારોમાં નિરાશા છે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગ દ્વારા ૧૦ થી વધુ યોજનાઓ જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની જોગવાઈમાં ગત વર્ષમાં એક પણ રૃપિયો ફાળવેલ નથી. આવી યોજના ફકત કાગળ ઉપર જ ચાલતી હોય છે. ફરી એકવાર નવી મેડિકલ કોલેજ ખોલવા આ બજેટમાં જાહેરાત કરેલ છે. ગત વર્ષના અનેક વાયદાઓ અને જોગવાઈઓનો અમલ હજુ થયેલ નથી. આ બજેટમાં મોંઘવારી, બેરોજગારીમાં સામાન્ય વર્ગને કોઈ રાહત આપવામાં આવી નથી. તેથી આ બજેટ ફકત આંકડાઓની માયાઝાળ સમાન છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial