Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગર જિલ્લા પંચાયતની વિવિધ કમિટીઓની મિટિંગ માટેની તારીખો જાહેર કરવામં આવી છે. જેમાં જિ.પંચાયત હસ્તકના કામો, અંદાજપત્ર તેમજ કોન્ટ્રાકટરોના કામોની સમીક્ષા કરી બ્લેક લીસ્ટ કરવા, કામો મંજુર કરવા જેવા એજન્ડા ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
જામનગર જિલ્લા પંચાયતની જાહેર બાંધકામ સમિતિની બેઠક તા. પ-ર-ર૪ ના યોજાશે. જેમાં લાંબા સમયથી કામો નહીં કરતા ત્રણ વર્ષ માટે એજન્સીઓને એબીયન્સમાં મુકવાનો નિર્ણય કરવામાં આવશે. તેમજ જુદા જુદા ચાલતા કામોની મુદ્દત વધારવા અંગે ચર્ચા થશે. રસ્તાના કામોને વહીવટી મંજુરી આપવા ઠરાવ કરાશે.
તા. ૭-ર-ર૪ ના સિંચાઈ સમિતિની બેઠક મળશે. જેમાં કેટલીક એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવાનો નિર્ણય કરાશે તેમજ સ્વભંડોળના કામો નહીં કરતી ગ્રામ્ય પંચાયતોને કામમાંથી મુકત કરવાનો ઠરાવ કરાશે.
જ્યારે કારોબારી સમિતિની બેઠક તા. ૮-ર-ર૪ ના દિને મળશે જેમાં વર્ષ ર૦ર૩-ર૪ ના સુધારેલા અને વર્ષ ર૦ર૪-રપ ના અંદાજપત્રને બહાલી આપવાનો મુદ્દો એજન્ડામાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial