Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઝાળક વર્ષાઃ લઘુતમ ૧૮ ડિગ્રી

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦૦ ટકાએ પહોંચ્યુંઃ

જામનગર તા. રઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦૦ ટકાએ પહોંચતા આજે સવારે પણ ઝાકળવર્ષા થઈ હતી. નગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ૧૮ ડિગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૬ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦૦ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે આજે સવારે પણ ઝાકળ વર્ષા થઈ હતી. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતા ખાસ કરીને ધોરીમાર્ગો પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માત ન થાય તે માટે વાહનચાલકોને તેમના વાહનની ગતિ ધીમી રાખવાની ફરજ પડી હતી.

જામનગરમાં આજે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.પ ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh