Advertisement
Author: નોબત સમાચાર

માછીમારી કરતી વખતે ક્યુઆર કોડ સાથેનું અસલ આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત

જામનગર જિલ્લાના તમામ માછીમારોએ

જામનગર તા. રઃ જામનગર જિલ્લાના તમામ માછીમારી બોટ માલિકો, દરેક મારછીમારી બોટ કે જે દરિયામાં માછીમારી માટે જાય ત્યારે તેમાં જનાર ટંડેલ તથા ખલાસીઓએ પોતાના ઓળખના પુરાવા તરીકે પોતાનું આધારકાર્ડ ફરજીયાત સાથે લઈ જવાનું રહે છે. હાલમાં વિવિધ સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ અમુક બોટમાં ખલાસીઓ પાસે અસલ આધાર કાર્ડ હોતા નથી અથવા આધારકાર્ડમાં ક્યુઆર કોડ હોતો નથી જેથી ઓળખની ખરાઈ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ દરેક માછીમારીની દરિયામાં યોગ્ય ખરાઈ થઈ શકે તે જરૃરી છે. જેથી જામનગર જિલ્લાના તમામ બોટ માલિકો ખલાસીઓ તથા માછીમારોએ માછીમારી માટે જતા સમયે પ્રત્યેક ખલાસીઓ ક્યુઆર કોડ સાથેનું અસલ આધારકાર્ડ ફરજીયાત સાથે રાખવાનું રહેશે અને દરિયામાં કોઈપણ સુરક્ષા એજન્સી દ્વારા જ્યારે પણ માંગવામાં આવે ત્યારે બતાવવાનું રહેશે.

તમામ બોટ માલિકોને ઉકત સૂચનાનું ચોક્કસાઈથી પાલન કરવા માટે સૂચનાનું ઉલ્લંઘન કરવારને એજન્સી દ્વારા રિપોર્ટ કરવામાં આવશે તેવા બોટ માલિક વિરૃદ્ધ મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ-ર૦૦૩ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. તેમ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh