Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં રીવાઈઝડ સેટઅપને મંજુરી આપવામાં આવી છે તેને નામંજુર કરવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહિલે રજુઆતમાં જણાવ્યું છે કે જનરલ સેક્રેટરી અને ઓડિટ શાખાનું રીવાઈઝડ સેટઅપને નામંજુર કરવું જોઈએ કારણ કે લાયકાત વગરના અને લાગવગવાળાને લેવાનો કારસો હોય તેમ લાગે છે.
મેડિકલ ઓફિસર માટેની લાયકાતમાં બાંધછોડ યોગ્ય નથી, ઉપરાંત અન્ય ભરતી, બઢતી માટે લાયકાતના ધોરણો જાળવવા જરૃરી છે. રોસ્ટરના નિયમનું પાલન પણ થતું નથી. તેમાં પણ લાગવગીયાને સાચવી લેવા કારસો રચાયો છે. આથી આ સેટઅપને નામંજુર કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial