Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના બજેટમાં અરોગ્ય-પરિવાર કલ્યાણ માટે રૃા.૨૦૧૦૦ કરોડની માતબર જોગવાઈ

રાજકોટ, ગાંધીનગર, સુરતમાં સઘન કાર્ડિયાક સારવારની સુવિધા મળશે

ગાંધીનગર તા. ૨ઃ ગુજરાતમાં બજેટમાં થયેલી જોગવાઈઓ મુજબ ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં સઘન કાર્ડિયાક સારવાર મળશે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરાયો છે. આરોગ્ય-સુખાકારીમાં વૃદ્ધિ કરવા બજેટમાં ૩૨.૪૦ ટકાનો વધારો એકંદરે આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૃા.૨૦૨૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.

ગુજરાતની ૫ મહાનગરપાલિકાને કાર્ડિયાકને લઇ મળશે સઘન સુવિધા, લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવનને લઇ ગુજરાત સરકાર વધુ સતર્ક થઇ ગઈ છે પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાશે. હાલમાં કાર્ડિયાક સારવારને લઇને સરકાર એલર્ટ મોડમાં છે.

લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના રૃા.૧૫,૧૮૧ કરોડના બજેટમાં ૫૨.૪૦%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે રૃા.૨૦,૧૦૦ કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કાળવણી કરવમા આવી છે તો બીજી તરક પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૫૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે રૃા.૫૧૧૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રૃા. ૨૫૦૮ કરોડની જોગવાઇ. જીએમઈઆરએસ સંચાલિત મેડીકલ હોસ્પિંટલોના બાંધકામ,  અને સંચાલન  માટે *૧૦૦૦ કરોડની જોગવાઇ આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનયેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રૃા.૪૨૦૦ કરોડના ખર્ચે શ૩ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત રૃા. ૫૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. તો સાથે જ સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ, એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓક ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રૃા.૧૦૦ કરોડની જોગવાઇ

એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૫૧૯ નવી એમ્બ્યુલન્સ માટે રૃા.૭૬ કરોડની જોગવાઇ

ન્યુ એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૃા.૬૦ કરોડની જોગવાઇ.

માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઇરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને ૧૫ હજાર તેમજ આશા બહેનોને ૫ હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે રૃા.૫૫ કરો૫ની જોગવાઈ

ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સધન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુએન મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાક્યાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે રૃા.૪૦ કરોડની જોગવાઈ ન્?

મેડીસિટી, અમદાવાદમાં ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓક એક્સલન્સ અર્થે રૃા.૧૦ કરોડની જોગવાઇ.

અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ૩૦૦ બે૫ની જિલ્લાકક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે ડે. ૧૦ કરોડની જોગવાઇ.

આયુષ સેવાઓ અધતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવવાને સેન્ટર ઓક એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ રૃા.૪૮૨ કરોડની જોગવાઇ

કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ૧૫ લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે રૃા.૨૨૧ કરોડની જોગવાઇ

ખોરાક અને ઔષધ નિંયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલ રૃા. ૮૭ કરોડની જોગવાઇ કરાઈ છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh